June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યના ૫૦ વર્ષથી વધુ વયના નિવૃત્ત રમતવીરોને દર મહિને રૂ. ૩ હજાર પેન્શન ચૂકવાશે

ઓલમ્પિક રમતો અને પારંપરિક રમતો જેવી કે કબડ્ડી,
ખો-ખો, યોગાસન, મલખમ રમતો માન્ય ગણાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા. 01: રાજ્યના જે રમતવીરોએ રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય અને જેઓ આર્થિક રીતે નિ:સહાય હોય તેવા રમતવીરોને પેન્શન આપવાની યોજના ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અમલમાં છે. આ યોજનાનો લાભ મેળવવા માટે રમતવીર ગુજરાતના વતની હોવા જોઇએ તેમજ ૫૦ વર્ષથી વધુ ઉંમરના હોવા જરૂરી છે. પોતાની કારકિર્દી દરમ્યાન રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીયકક્ષાએ વ્યક્તિગત કે સાંધિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલો હોય કે રાજ્ય તરફથી નેશનલ માટે મોકલાવેલી ટીમના સભ્ય હોય તેવા રમતવીરોને પાત્ર ગણવામાં આવશે. નિવૃત રમતવીરે યુવાન વયે પોતાની કારકિર્દી દરમ્યાન ૩૫ વર્ષની ઉંમર સુધી રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીયકક્ષાએ રમતોમાં ભાગ લઇ પદ પ્રાપ્ત કરી રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારી રમતોમાં ભાગ લીધો હોય તેવા ખેલાડીઓને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે. આ રમતો સરકારશ્રી દ્વારા યોજવામાં આવતી હોય તથા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના માન્ય ફેડરેશન દ્વારા જે-તે સમયે યોજવામાં આવી હોય તેવી જે-તે સમયની તમામ ઓલમ્પિક રમતો અને પારંપરિક રમતો જેવી કે કબડ્ડી, ખો-ખો, યોગાસન, મલખમ રમતોને પણ માન્ય ગણવામાં આવશે.
આ યોજના અન્વયે પાત્રતા ધરાવતા રમતવીરને આવકની કોઇ મર્યાદા વગર તેઓને માસિક રૂ.૩૦૦૦/-(ત્રણ હજાર પુરા)ની રકમ માસિક ધોરણે પેન્શન રૂપે ચુકવવામાં આવશે. આ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના પાત્રતા ધરાવતા નિવૃત રમતવીરો જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી, ૧૦૬, પહેલા માળે, જૂની બી.એસ.એન.એલ.કચેરી, હાલર રોડ, વલસાડ કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવી તા.૧૫/૦૯/૨૦૨૩ સુધીમાં ડોમીસાઇલ પ્રમાણપત્ર, રમતક્ષેત્રે મેળવેલી સિધ્ધિઓના પ્રમાણપત્રોની નકલ અને જરૂરી આધાર-પુરાવા સાથે અરજી બે નકલમાં રૂબરૂ પહોંચાડવાની રહેશે. સમય મર્યાદા બહાર આવેલી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

Related posts

દાનહઃ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમા વિદ્યાર્થીઓનું કરાયું સન્‍માન

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રક, ટેમ્‍પો અને બે કાર મળી ચાર વાહનો વચ્‍ચે સર્જાયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

કપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમ

vartmanpravah

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

Leave a Comment