October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના જમાઈ ધવલ પટેલને જીતાડવા પારનેરા વાસીઓમાં ભારે ઉત્‍સાહ છવાયો

પારનેરા ગામના સાસરીયા પક્ષના લોકો પણ જમાઈ ધવલ પટેલના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ જિલ્લાના લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધવલ પટેલએ પુરજોશમાં ચૂંટણી પ્રચાર આરંભી દીધો છે. પત્રિકા યુધ્‍ધને અવગણી ધવલ પટેલ પારનેરામાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્‍યા હતા. પારનેરા ગામ તેમની સાસરી હોવાથી સાસરી પક્ષએ જમાઈને જીતાડવા ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં સ્‍થાનિકો સહિત આજુબાજુના ગામના લોકો પણ ધવલ પટેલના સમર્થનમાં મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતા.
ધવલ પટેલના અનેક ગામોમાં પણ સગા સબંધીઓ રહે છે. તાલુકાના ઝરી ગામમાં પણ કૌટુંબીક સગા સબંધીઓ રહે છે ત્‍યારે તેમણે જણાવ્‍યું હતું કે ધવલ પટેલ અમારો દિકરો છે. અમો 5 લાખથી વધુની લીડથી જીતાડીશું તેવો દૃઢ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. સાથે સાથે બાજુના ગામ ચણવઈમાં પણ ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં લોકસભાના પ્રભારી કરસનભાઈ ટીલવા, સંયોજક ગણેશભાઈ બિરારી, હર્ષદ કટારીયા, ભાજપના સંગઠનના જિલ્લાના હોદ્દેદારો, ગામના સરપંચ,તા.પં.ના સભ્‍ય તેજલબેન પટેલ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર ધવલ પટેલને જીતાડવાનો એક સુરે અવાજ બુલંદ કર્યો હતો.

Related posts

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ’: ફળશ્રુતિરૂપ વિદ્યાસેતુ છાત્રાલય ગુંદીયા ધરમપુરના અંતરીયાળ વિસ્‍તારમાં શિક્ષણની જ્‍યોત જગાવતા શિક્ષકો પરેશભાઈ અને મયુરભાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરિયાદ કે માહિતી મેળવવા માટે હેલ્‍પલાઈન નંબર કાર્યરત

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલી વર્લ્‍ડ ફૂડ ઈન્‍ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્‍પાદક મંડળની પસંદગી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

vartmanpravah

Leave a Comment