December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલીના સારવણીમાં ચોમાસા પૂર્વે જ ‘નલ સે જલ’ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.29
તાલુકાભરમાં વાસ્‍મોની ‘નલ સે જલ’ યોજનાના કામોમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામો કરી ભ્રષ્ટાચાર આચરતા સરકારના લાખો રૂપિયા એળે જવા સાથે ઘણી યોજનાઓનું અસ્‍તિત્‍વ કાગળ પર જ રહી જાય તેવો ઘાટ સર્જાવા પામ્‍યો છે.
પ્રાપ્ત વિગત મુજબ સારવણી ગામના કોલા ફળીયામાં ચોમાસા પૂર્વે વાસ્‍મોની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત બોરવેલ કરી ઘરે ઘર નળના જોડાણ આપવામાં આવ્‍યા હતા. ઘરઆંગણે પાણી મળવાની આશાએ સ્‍થાનિકોમાં એક સમયેખુશી પણ ફેલાઈ જવા પામી હતી.પરંતુ ભ્રષ્ટાચારીઓના આશીર્વાદથી ટૂંકા ગાળામાં જ લોકોની આશા ઠગારી નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. કોલા ફળીયામાં ‘નલ સે જલ’ યોજનાનું મીટર અને મોટરનું સ્‍ટાટર મુકવાની સિમેન્‍ટની દિવાલવાળી કેબિનમાં ઠેર ઠેર તિરાડ પડી જવા પામી છે અને યોગ્‍ય રીતે ફિટિંગ ન કરાતા હાલે તારથી બાંધવાની નોબત આવી છે. બીજી તરફ પીવીસીની પાઇપ લાઈનમાં પણ યોગ્‍ય ફિટિંગ કે ગુણવત્તા યુક્‍ત ડિઝાઈનમાં નિયત કરાયેલા પાઈપના અભાવે ઠેર ઠેર લીકેજ થતા લોકોના ઘર સુધી પાણી પૂરતા દબાણ અને પ્રમાણમાં પહોંચી રહ્યું નથી. નળને ફિક્‍સ કરવા માટે કોન્‍ક્રીટના ઢીમા બનાવાયા હતા. તે પણ કેટલાક તૂટી જવા પામ્‍યા છે.
લોકોને ઘરે ઘર નળથી પીવાનું પાણી મળે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. પરંતુ સારવણીના કોલા ફળીયા જેવી તો અનેક ગામોમાં ફરિયાદ ઉઠી રહી છે. વાસ્‍મોની ‘નલ સે જલ’ યોજનાના કામોમાં નકારી વેઠ ઉતારી ગુણવત્તા વિહીન તકલાદી કામો કરાતા સરકારના લાખો રૂપિયાના એંધાણ બાદ પણ લોકોને ભ્રષ્ટાચારીઓને પાપે સુવિધા મળવા પામી નથી. બોરવેલની ઊંડાઈ, બોરવેલમાં નાંખવામાં આવેલ કેસિંગ પાઇપ, પાઇપ લાઈનમાં વાપરવામાં આવેલ પાઈપની વિગેરેની ગુણવત્તાની તપાસ થાયતો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. પરંતુ ભય વિનાના ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચારીઓ પર કોઈ લગામ નથી. તેવા ભ્રષ્ટાચારીઓના ખિસ્‍સા ભરાઈને લોકો સુવિધાથી વંચિત રહે એ જ સત્‍ય સનાતન છે.
‘નલ સે જલ’ યોજનાના 100ટકા કામો પૂર્ણ થયેલા હોવાના ઠરાવ માટે ગ્રામસભાનું પણ આયોજન કરાયું છે. બીજી તરફ કેટલાય ગામોમાં યોજનાઓ પૂર્ણ રીતે ચાલુ થઈ નથી અને અધ્‍ધરતાલ છે. ત્‍યારે ઉચ્‍ચ અધિકારીઓની લાડકા થવાની નીતિરીતિમાં કાગળ પર સો ટકા કામગીરી દર્શાવતું આયોજન હોય તેમ લાગે છે.
સારવણીના અગ્રણી સુનિલભાઈના જણાવ્‍યાનુસાર કોલા ફળીયામાં કેબિનતારથી બાંધેલી છે. પાઈપ બરાબર ફિટિંગ ન કરાતા ઠેર ઠેર પાણી લીકેજ થતા લોકોના ઘરે પહોંચતું નથી. બીજી તરફ નળના ઢીમમાં પણ તૂટી રહ્યા છે.

Related posts

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ દાનહ અને દમણ-દીવ માટે સર્વાંગી વિકાસની દૃષ્ટિઍ નિર્ણાયક રહેશે

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્‍ચથી માંડી નિમ્‍ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્‍ડમાં જતા થયા છે

vartmanpravah

Leave a Comment