Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આજના સ્‍પર્ધાત્‍મક યુગમાં શિક્ષકની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ પાસે બધીજ આવડત જરૂરી છે. માત્ર પુસ્‍તકનું જ્ઞાનથી કશું જ થવાનું નથી. તાલીમાર્થીઓમાં પણ શિક્ષણની સાથે સાથે સહ અભ્‍યાસિક પ્રવૃત્તિઓ જરૂરી છે. તેથી તાલીમાર્થીઓમાં પડેલી સુસુપ્ત શક્‍તિનો વિકાસ થાય અને તેના ભાગ રૂપે આજે ‘‘વર્ષાગીત” સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક તાલીમાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને ખૂબ સરસ વરસાદ આધારિત ગીતો રજૂ કરવામાં આવ્‍યા હતાં. જેમાં પ્રથમ ક્રમે ખુશી પટેલ, બીજા ક્રમે રિધ્‍ધિ પટેલ અને ત્રીજા ક્રમે મયુર ટોકિયા તથા નિધિ પટેલ એન્‍ડ ગ્રુપ આવ્‍યા હતાં. આ સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે પ્રો.પૂજા સિદ્ધપુરા અને પ્રો.પિયુષ પટેલએ ભૂમિકા અદા કરી હતી અને અંતે આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એફ.વાય.બીએડ્‍ની તાલીમાર્થી રિધ્‍ધિ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સુંદર કાર્યક્રમ કરવા બદલ સંસ્‍થાના ચેરમેન શ્રીમિલન દેસાઈ તથા ઈન્‍ચાર્જ કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહ, આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણ તેમજ કોલેજના સર્વ અધ્‍યાપકોએ શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah

વાપી ચલા ચોકી ફળીયામાં સાયકલ ચોર ઝડપાયા

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

રમત અને યુવા વિભાગ દ્વારા 61મા સુબ્રતો મુખરજી કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્‍પર્ધા-2022માં ભાગ લેવા સંઘપ્રદેશના ખેલાડીઓ નવી દિલ્‍હી જવા રવાના

vartmanpravah

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

vartmanpravah

આજે વલસાડમાં નેશનલ પ્રેસ-ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનાર યોજાશે

vartmanpravah

Leave a Comment