Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્‍વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: લોકસભાની સામાન્‍ય ચૂંટણી-2024 આગામી તા.7મે ના રોજ યોજનાર છે ત્‍યારે 26-વલસાડ બેઠક પર મતદારો વધુમાં વધુ મતદાન કરે એવા શુભ આશય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્‍વીપ મેનેજમેન્‍ટ કમિટી દ્વારા વિધાનસભા બેઠક વિસ્‍તારો પ્રમાણે રોજે રોજ મતદાન જાગૃત્તિ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્‍યારે આજે શુક્રવારે વલસાડના બીઆરસી ભવન ખાતે વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના દરેક તાલુકાના 15-15 સિનિયર સિટિઝનોને આમંત્રિત કરી સ્‍વીપ નોડલ અધિકારી-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવો સંદેશ દરેક વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચે તે માટે મતદાર જાગૃત્તિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાંઉપસ્‍થિત રહેનાર નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લાના 4500 નિવૃત્ત કર્મચારીઓ સુધી મતદાનના મહત્‍વ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવશે.

Related posts

વાપી નગરપાલિકાની પ્રથમ સામાન્‍ય સભા આજેયોજાશે : નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

વાપી નગરપાલિકા નવનિયુક્‍ત પ્રમુખ તરીકે કાશ્‍મિરાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે અભય શાહની બિનહરીફ વરણી

vartmanpravah

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વલસાડ જિલ્લાના વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment