Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીક્ષાનાં તણાવમાંથી મુક્‍તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરીઃ અશ્વિન ટંડેલ

તિથલ બીચ મુકામે ટીમ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ વલસાડનાં પાંત્રીસ જેટલાં દોડવીરોએ યોજાયેલી પ્રોમો રન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.16: વલસાડ જિલ્લાનાં તિથલ મુકામે ટીમ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ વલસાડનાં પાંત્રીસ જેટલાં દોડવીરોએ પ્રોમો રન યોજી હતી. જેમાં બાળકો, મહિલાઓ, યુવાઓ તેમજ વડીલોને આવરી લઈ દરિયા કિનારે વિહાર કરવા આવેલા સહેલાણીઓને બ્રોસર આપી આગામી મેરેથોનમાં જોડાવા આહ્‌વાન કરવામાં આવ્‍યું હતું. જેનો હકારાત્‍મક પ્રતિસાદ સાંપડયો હતો. આ અગાઉ દમણ બીચ પ્રોમો રન કરી જે એકસો પાંચ જેટલાં દોડવીરો એક જ દિવસમાં નોંધવામાં આવ્‍યાં હતાં. ટીમ લીડર નરેશ નાયક અને ટીમનાં સક્રિય દોડવીરો, સહકાર્યકર ભાઈઓ અને બહેનો એમાં જોડાયા હતાં. મેરેથોનમાં જેમ બને એમ વધુ લોકો જોડાઈને આરોગ્‍યનું પર્વ ઉજવે એવી સૌએ આશા સેવી હતી.
જોગાનુજોગ રન એન્‍ડ રાઇડર 13, સુરતનાં દોડવીર એવાં શિક્ષક અશ્વિન ટંડેલે હિન્‍દુ રાષ્ટ્રનાં હિમાયતી છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિ નિમિત્તે ભગવો ધ્‍વજ હાથમાં લઈ દોડ લગાવી હતી. તેમણે આજની આ દસ કિલોમીટર દોડ શિવાજી મહારાજને યાદ કરી રાષ્ટ્રને સમર્પિતકરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે આજે બાળકોમાં મોબાઈલનું વળગણ વધુ જોવા મળે છે તો બાળપણથી જ આપણાં બાળકોને કોઈ રમતગમતની પ્રવૃત્તિમાં જોડીએ તો ભવિષ્‍યમાં તેનાં તન અને મન માટે લાભદાયી નીવડે. તેમણે ઉમેર્યું હતું કે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાનાં તણાવમાં રહેતા હોય છે આવા સમયે આવા મુક્‍ત વાતાવરણમાં હજારોની સંખ્‍યામાં દોડતા લોકોને જોવા કે એમની સાથે ભાગ લેવાનો લ્‍હાવો લઈ પરીક્ષાનાં ડરથી પણ છૂટકારો મેળવી પોઝિટિવ માઈન્‍ડ્‍સેટ કેળવી શકાય એમ છે.

Related posts

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર આવેલ: ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટમાં ખાણી-પીણીની પાર્ટી દરમિયાન મિત્રો મિત્રો વચ્‍ચે બબાલઃ ઉછળેલા લોખંડના સળિયા અને લાઠી

vartmanpravah

Leave a Comment