December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકાની સાદકપોર ગ્રામ પંચાયતની પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતા સરપંચ જૂથમાં સોપો પડી જવા પામ્‍યો હતો. સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં આઠ અને વિરોધમાં ચાર મતોપડ્‍યા હતા. સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તને મામલે આજે ગ્રામ પંચાયત કચેરીમાં પોલીસ બંદોબસ્‍ત સાથે તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી ભારતીબેન પટેલ, તલાટી અસ્‍મિતાબેનની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સામાન્‍ય સભામાં અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ પટેલ, સુભાષભાઈ વર્મા, દિવ્‍યાબેન, ભારતીબેન, દિવ્‍યાનીબેન, જ્‍યોત્‍સનાબેન, અનુમતિબેન, મનીષાબેન સહિતના આઠ જેટલા સભ્‍યોએ અને વિરૂધ્‍ધમાં સરપંચ દશરથભાઈ સહિત ચાર જેટલા મત પડતા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત વિના વિઘ્‍ને પાર પડી હતી.
ત્રણ દિવસની સમય મર્યાદામાં કોર્ટમાંથી સ્‍ટે ન મળશે તો દશરથ પટેલનો સરપંચ પદનો તાજ છીનવાઈ જશે. અને ડેપ્‍યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોપાશે.
સાદકપોરમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતા સ્‍થાનિક ભાજપી આગેવાનો ગેલમાં આવી ગયા હતા. અને સ્‍થાનિક આગેવાન એવા એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન તાલુકા પંચાયત કારોબારી સમિતિના સભ્‍ય રમેશભાઈ પટેલ સહિતનાઓએ ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ પટેલ સહિત તમામ સભ્‍યોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

આજે થશે ફાઈનલ મુકાબલો: સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીનો દબદબો

vartmanpravah

વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વૈદુ ભગત ઉજવણી મનાલા ખાતે યોજાયો

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

Leave a Comment