Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા 28 વર્ષથી ફરાર મર્ડરના આરોપીને ઝડપતી પારડી પોલીસ

સેન્‍ટીંગના કામના પૈસા ન આપતા 1995 માં મુંબઈમાં શેઠની હત્‍યા કરી ભાગી છૂટી આસમા ખાતે રહેતો હતો આરોપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: કહેવાય છે પાપ જ્‍યારે છાપરે ચડી પોકારે છે ત્‍યારે કરેલા કર્મના ફળ ભોગવવા જ પડે છે. આવો જ કંઈક કિસ્‍સો પારડી તાલુકાના આસમા ખત્રીવાડ ખાતેરહેતા હરીશભાઈ બાબુભાઈ નાયકા પટેલ સાથે બનવા પામ્‍યો છે.
હરીશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આસમા ખાતે રહી સેન્‍ટીંગનું કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગામમાં એમનો કોઈ સાથે ઝઘડો વગેરે ન હોય એક સારા વ્‍યક્‍તિત્‍વ વાળા વ્‍યક્‍તિ તરીકે તેઓ જીવન પ્રસાર કરતા હતા પરંતુ આ સારા વ્‍યક્‍તિત્‍વ ધરાવતા વ્‍યક્‍તિનો ભૂતકાળ એક ગુનેગાર તરીકે નોંધાયેલો હતો.
1995 માં મોહનભાઈ નામના વ્‍યક્‍તિએ ગુજરાતના ગામડાઓમાંથી મુંબઈના પાલઘર જિલ્લાના સફાલા ખાતે બની રહેલ બિલ્‍ડીંગોમાં સેન્‍ટીંગનું કામ કરાવવા ઘણા માણસોને લઈ ગયો હતો. મોહનભાઈએ કામ કરાવ્‍યા બાદ આ મજૂરોને કામના પૈસા ન આપતા હરીશભાઈ અને મોહનભાઈ વચ્‍ચે ઝઘડો થતાં સૌ પ્રથમ મોહનભાઈના હસ્‍તે માથામાં મારવાથી ઈજાગ્રસ્‍ત થયેલ હરીશભાઈએ સામેથી મોહનભાઈને માર મારતા મોહનભાઈ પણ ઈજાગ્રસ્‍ત બનતા મોહનભાઈનું મૃત્‍યુ થયું હતું અને 1995 માં આજથી 28 વર્ષ પહેલાં હરીશભાઈને મોહનભાઈના મર્ડરના ગુનામાં સજા થતાં સફાલા ખાતે તેઓ જેલમાં સજા કાપી આપી રહ્યા હતા.
પરંતુ જેલના પોલીસ જાપ્તામાંથી તેઓ ભાગી છૂટી ગુજરાતમાં આવી પારડીના આસમા ખત્રીવાડ ખાતે રહી અહીં પણ પોતાનું જૂનું સેન્‍ટીંગનું કામ કરી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા.
પરંતુકાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ ડાયલોગને સાચા અર્થમાં લઈ પારડી પોલીસના પી.આઈ. જી.આર.ગઢવી અને પારડી પોલીસની ટીમના એ પેટ્રોલિંગ દરમિયાન 28 વર્ષથી મર્ડરના ગુનામાં નાસ્‍તા ફરતા આ ગુનેગારને ઝડપી મુંબઈ પોલીસને સુપ્રત કરી પારડી પોલીસે એક કામગીરી નિભાવી હતી.

Related posts

દી ન.પા.ની ચૂંટણી 7મી જુલાઈએ યોજાશેઃ આજથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભ: દીવ શહેરમાં રાજકીય સળવળાટ તેજ

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

‘‘બુઝૂર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ” સૂત્ર સાથે રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબીરનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

Leave a Comment