January 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવમાં જાહેર સ્‍થળો ઉપર દારૂના સેવન માટે પ્રશાસન સખ્‍ત : પકડાઈ જતા દંડાત્‍મક કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02
હાલના દિવસોમાં દીવમાં જોવા મળ્‍યું હતું કે ઘણા લોકો દારૂની દુકાનો પરથી દારૂ ખરીદી દારૂની દુકાનો ઉપર જ અથવા જાહેર સ્‍થળ પર દારૂ પીતા જોવા મળે છે જે સંપૂર્ણ પણે અનુચિત છે. ઘણા લોકો દરિયા કિનારે દારૂનું સેવન કરી દારૂની કાચની બોટલો ગમે ત્‍યાં ફેકે છે જે યોગ્‍ય નથી અને દીવ જિલ્લા પ્રશાસનને આ બાબતે પણ ફરિયાદ મળી હતી કે, કેટલાક લોકો દરિયા કિનારે દારૂનું નશો કરી અપમાનજનક વ્‍યવહાર પણ કરે છે અને હિંસક મારામારી પણ કરે છે આ પ્રકારની ગતિવિધીઓના કારણ કોઈકને ગંભીર ઈજા થઈ શકે છે અથવા તો કોઈનું મળત્‍યુ પણ થઈ શકે છે અને જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પણ થઈ શકે છે. આ બધા પરિબળોને કારણે વિસ્‍તારની શાંતિ અને સલામતિને પણ પ્રભાવિત બને છે અને કાયદા અને વ્‍યવસ્‍થા જાળવી રાખવામાં મુશ્‍કેલી સર્જાય છે.
જેથી ઉપરોક્‍ત બાબતોને ધ્‍યાનમાં રાખી દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી સલોની રાયે અપરાધિક પ્રક્રિયા સંહિતા, 1973ની ધારા 144 હેઠળ આદેશ જારી કરતા જણાવ્‍યું હતું કે દીવના નાગરિક/ પર્યટક/ પ્રવાસી કોઈપણ વ્‍યકિત દારૂ/ માદક પીણું/ પદાર્થોનું સેવન દરિયા કિનારે અને તેની નજીક બનેલ દિવાલો,જાહેર સ્‍થળો, શહેરના મુખ્‍ય માર્ગો, પાર્કિંગ સ્‍થળો, બસ સ્‍થળો, ફૂટપાથ, ગલીઓ, પ્‍લાઝા, જેટી પર અને તેની આસપાસ નહી કરે.
જો કોઈપણ વ્‍યક્‍તિ સ્‍થાનિક સ્‍થળો અથવા જાહેર સ્‍થળો ઉપર દારૂનું સેવન કરતા ઝડપાઈ જશે તો તે વ્‍યક્‍તિ સામે ભારતીય દંડ સંહિતા, 1860ની ધારા 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

ચીખલી તાલુકામાં રખડતા ઢોરોનો આતંકઃ બે આખલાઓ લડ લડતા મકાનમાં ઘુસી જતા અફરા તફરી મચી

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

પારડી ચીવલ રોડ પર બે આખલાઓ વચ્ચે જામેલો જંગ

vartmanpravah

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

vartmanpravah

સરકારી પોલીટેક્‍નિક કોલેજ દમણમાં ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ’નો આરંભ

vartmanpravah

Leave a Comment