November 15, 2025
Vartman Pravah
વાપી

વલસાડ મોગરાવાડીમાં બાકી ઉધારી નહી આપતા વેપારીઍ ગ્રાહકને બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫
વલસાડના મોગરાવાડીમાં સુપર સ્ટોર્સ ચલાવતા વેપારી અને ઉધાર લઈ ગયેલ ગ્રાહકની ઉધારી મામલે બોલચાલનો મામલો મારામારીમાં પરિણમ્યો હતો. જેમાં વેપારીઍ બેઝબોલના ફટકા ગ્રાહકને મારી દીધેલા ગ્રાહકનું સારવારમાં મોત નિપજતા સીટી પોલીસે વેપારીની અટક કરીને જેલ ભેગો કર્યો હતો.
પ્રા વિગતો પોલીસ સુત્રો મુજબ વલસાડ મોગરાવાડી સુખી તલાવડી વિસ્તારમાં ઉમીયા ચાલની પાછળના ભાગે ક્રીષ્ણા ઉર્ફે કલ્લુ લલીતપ્રસાદ ચોરસીયા સુપર સ્ટોર્સ ચલાવે છે. નજીકમાં રહેતો અને લારી ચલાવતા શરીફ નથ્થુ શેખ દુકાનમાંથી ઉધાર માલ લેતો હતો તે પેટે વેપારી ક્રીષ્ણાઍ ગત તા.૨૮મી રોજ ઉઘરાણી કરી હતી. મામલો બોલાચાલીમાંથી હાથાપાઈ સુધી પહોîચેલો. જેમાં ક્રીષ્ણાઍ દુકાનમાં રહેલ બેઝબોલના ફટકા મારેલા તેથી ગ્રાહક શરીફ શેખ બેભાન થઈ ગયો હતો. સગાઅોઍ તેને સિવિલમાં ખસેડ્યો હતો. બાદમાં સુરત વધુ સારવાર માટે ખસેડેલ. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેથી પોલીસે આઈ.પી.સી. ૩૦૨ દાખલ કરીને વેપારી ક્રીષ્ણા ચોરસીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ પરથી ઈકોના સ્‍ટેપની ટાયર અને પગ મૂકવાની જગ્‍યાએ ચોર ખાનામાં દારૂ લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, 18 ને મેમો અપાયા

vartmanpravah

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

vartmanpravah

Leave a Comment