April 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

ગુંદલાવમાં પોલીસે રેડ કરી જુગાર રમાડતા દિનેશ ભુરીયા રાઠોડની અટક કરી લોકઅપમાં રાખવામાં આવ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ પોલીસ સ્‍ટેશન લોકઅપમાં રાખવામાં આવેલ આરોપીને જમતા જમતા ખેંચ આવતા હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
વલસાડ ગુંદલાવના કોચર ફળીયામાં હાર-જીતનો જુગાર-રમાડવામાં આવે છે તેવી બાતમી મળતા રૂરલ પોલીસે રેડ કરી હતી. ઘટના સ્‍થળેથી રૂા.130 સાથે આરોપી દિનેશ ભુરીયા રાઠોડની પોલીસે અટક કરીને પોલીસ લોકઅપમાં પુરી દીધો હતો. સાંજે દિનેશ જમતો હતો ત્‍યારે અચાનક ખેંચ આવતા પોલીસે 108 દ્વારા ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયો હતો. જ્‍યાં ફરજ પરનાતબીબે દિનેશને મૃત જાહેર કર્યો હતો. કસ્‍ટોડિયલ ડેથ થતા ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ હોસ્‍પિટલમાં પહોંચ્‍યા હતા. ઘટનાની જાણ પરિાવરને થતા બે પૂત્રો અને પત્‍નીએ અપમૃત્‍યુના આક્ષેપ કરી સંપુર્ણ તપાસની માંગણી કરી હતી.

Related posts

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 3 દિવસ તીવ્ર ગરમીની ચેતવણી અપાઈ

vartmanpravah

Leave a Comment