April 24, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દમણના યુવા નેતા તનોજ પટેલે રસ્‍તે રઝળતા ગૌવંશના પ્રશ્નને ઉકેલવા બતાવેલો નવતર પ્રયોગ

  • દમણના વિવિધ મુખ્‍ય માર્ગો ઉપર ગઈકાલે રાત્રિ ભ્રમણ કરી ગૌવંશની કરેલી મોજણીઃ કુલ 956 જેટલા ગાય, બળદ અને વાછરડાં મળેલા રસ્‍તે રઝળતા

    પ્રદેશના સર્વ હિંદુ સમાજ ગૌરક્ષા મંચ વગેરેએ એક મંચ ઉપર આવી સરકારનો સાથ લઈને વિવિધ ગામડાંઓમાં જ્‍યાં સરકારી જગ્‍યા ઉપલબ્‍ધ છે ત્‍યાં અબોલ પશુઓની માવજત માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્‍ધ કરાવી નાની વાંકડ ખાતે નિર્મિત કેટલ શેડમાં મોકલવાનો યુવા નેતા તનોજ પટેલે રજૂ કરેલો પ્રસ્‍તાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: દમણના યુવા નેતા શ્રી તનોજ પટેલ અને તેમના સાથીઓએ ગઈકાલ તા.19મી સપ્‍ટેમ્‍બરના સોમવારના રોજ દમણના મુખ્‍ય માર્ગો ઉપર ફરી ત્‍યાં વિવિધ જગ્‍યાએ ભટકતી ગાય, બળદ અને વાછરડાંઓની મોજણીનો નવતર કાર્યક્રમ કર્યો હતો. જેમાં દમણ ખાતે 956 જેટલા ગાય, બળદ અને વાછરડાં રસ્‍તે રઝળતા મળ્‍યા હતા. જેમાંના ઘણાં કૂડો-કચરો અને પ્‍લાસ્‍ટિક ખાતા પણ નજરે પડયા હતા. કેટલાકના પગમાં ઈજા થયેલ હોવાનું પણ જણાયું હતું.
રસ્‍તા ઉપર રઝળતા ગૌવંશના કારણે અકસ્‍માતોની સંખ્‍યા પણ વધી રહી છે અને ગૌવંશને હડકાયા કૂતરાં કરડવાની પણ અનેક ઘટનાઓ પ્રકાશમાંઆવી છે. તેથી યુવા નેતા શ્રી તનોજ પટેલે પ્રદેશના સર્વ હિંદુ સમાજ ગૌરક્ષા મંચ વગેરેએ તમામ એક મંચ ઉપર આવી સરકારનો સાથ લઈને વિવિધ ગામડાંઓમાં જ્‍યાં સરકારી જગ્‍યા ઉપલબ્‍ધ છે ત્‍યાં અબોલ પશુઓની માવજત માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્‍ધ કરાવવાનો અભિપ્રાય શ્રી તનોજ પટેલે વ્‍યક્‍ત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સમગ્ર દેશ સહિત દમણમાં પણ અબોલ પશુઓની સેવા માટે દાતાઓની કમી નથી. તેથી શ્રી તનોજ પટેલે પહેલ કરી પ્રાથમિક સારવાર દરમિયાન ગૌવંશની તંદુરસ્‍તી અકબંધ થયા બાદ વાંકડ ખાતે નવનિર્મિત પશુ ગૃહમાં મોકલવાનો પ્રસ્‍તાવ પણ રજૂ કર્યો હતો.

Related posts

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

vartmanpravah

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

Leave a Comment