June 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની જાહેર સભા યોજાઈઃ ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા હાંકલ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી નામધા રોફેલ કોલેજ પાસે અનાવિલ હોલમાં આજે શુક્રવારે બપોરે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રની બૃહદ જાહેર સભા યોજાઈ હતી. જેમાં મુખ્‍યમંત્રીએ કાર્યકરોને હાંકલ કરતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલને 5 લાખની લીડથી જીતાડવાનું રણશીંગુ ફુક્‍યું હતું.
વાપી ખાતે યોજાયેલ બૃહદ બેઠકમાં મૃદુભાષી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલએ રાજ્‍યની વિવિધ લોક કલ્‍યાણ યોજનાઓ વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. ઉપસ્‍થિત કાર્યકરો-હોદ્દેદારોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપી ચૂંટણી પ્રચારની વ્‍યુહરચના મુખ્‍યમંત્રીએ આપી હતી. રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ તેમના પ્રવચનમાં કાર્યકરોને ઉત્‍સાહીત કરી પ્રેરક બળ પુરુ પાડયું હતું. કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી વિવિધ સમાજના અગ્રણીઓની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મહેન્‍દ્ર પટેલ, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ઉષાબેન પટેલ, લોકસભા પ્રભારી કરસનભાઈ ટીલવા, સાંસદ ડો.કે.સી. પટેલ, જિ.પં. પ્રમુખ મનહર પટેલ, ધારાસભ્‍ય સર્વેશ્રી રમણભાઈ પાટકલ, અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ તેમજ વિવિધ વિધાનસભા મત વિસ્‍તારના પ્રભારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાંભાજપએ ચૂંટણી પ્રચાર પુરઝડપે વધારી દીધો છે.

Related posts

વન વિભાગની તાનાશાહી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ ગામમાં આદિવાસીના 60 આંબાના ઝાડ કાપી નાખતા ભારે રોષ

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે 20 નવે.ના શનિવારથી યોજાનારી શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન

vartmanpravah

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

vartmanpravah

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકળ સલવાવમાં દિવાળી શુભેચ્‍છા મિટિંગ યોજાઈ

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

Leave a Comment