Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

જિલ્લા કોંગ્રેસ પ્રમુખી સૂચક ગેરહાજરીથી રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામીઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસારી બેઠકના પ્રબળ દાવેદાર હતા પરંતુ તેમનું પૂર્વ ગોઠવણના ભાગરૂપે પત્તુકપાયું હોવાની ઉઠી રહેલી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.15: સાદડવેલ ગામે રવિવારની રાત્રીએ ઈન્‍ડિયા ગઠબંધન દ્વારા આયોજિત કાર્યક્રમમાં વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલ ઉપરાંત યુથ કોંગ્રેસના પ્રભારી મનિષભાઈ ચૌધરી આમ આદમી પાર્ટીના પંકજભાઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આઈ.સી. પટેલ આદિવાસી સંગઠનના રમેશભાઈ આસપાસ ગામોના સરપંચો અને વિશાળ સંખ્‍યામાં કાર્યકરોની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ ગેરહાજર રહેતા રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
ચીખલી તાલુકાના સાદકપોર ગામના શૈલેષભાઇ પટેલે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે સુકાન સાંભળ્‍યા બાદ લોકોના પ્રશ્નો બાબતે રજૂઆત ઉપરાંત ભાજપ સરકારની નીતિરિતી સામેના વિરોધ પ્રદર્શનનો સફળતાપૂર્વક પાર પાડ્‍યા હતા અને કોંગ્રેસમાં નવો સંચાર કરવામાં તેમને કંઈક અંશે સફળતા મળી હતી તેઓ ઓબીસી સમાજમાંથી આવતા હોય નવસારી બેઠકમાં ઓબીસી સમાજના મતદારોની સંખ્‍યા વિશેષ હોય નવસારી બેઠક પરથી તેમની મજબૂત દાવેદારી હતી પરંતુ કેટલાક ઘરના જ ઘાતકી નીકળતા અને રાજકીય આટાપાટામાં તેમનું પત્તું કપાતા શૈલેષભાઈ અને તેમના સમર્થકોમાં ઓબીસી સમાજમાં નારાજગીહોવાનું કહેવાય છે. સાદડવેલ ગામના કાર્યક્રમમાં તેઓ હાજર ન રહેતા તેઓની નારાજગીને સમર્થન મળી રહ્યું છે. ત્‍યારે આવનાર દિવસોમાં કોંગ્રેસમાં કોઈ કમઠાણ સર્જાઈ અને નવા જૂની થાય તો નવાઈ નહિ અને તેની અસર વલસાડ બેઠક પર પણ વર્તાઈ શકે તેવી અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલના જણાવ્‍યાનુસાર સાદડવેલ ગામના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ બીજા કામમાં હોય ઉપસ્‍થિત રહી શક્‍યા ન હતા અને તેઓ નારાજ નથી અને નારાજગીનો કોઈ પ્રશ્ન પણ નથી.

Related posts

વાપીમાં ટેક્ષ વિભાગ દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટસ સાથે ઈન્‍ટરેક્‍ટિવ મિટીંગ યોજાઈ

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment