Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

ભાજપના ઉમેદવાર ધવલ પટેલના નામે 3 અને ઉષાબેન પટેલના નામે 1 મળી કુલ 4 ઉમેદવારી પત્ર રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર તા.7 મે ના રોજ મતદાન થનાર છે ત્‍યારે આજે તા.15 એપ્રિલના રોજ સોમવારે વલસાડ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલે પાર્ટીના આગેવાનો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-વ- કલેકટર આયુષ ઓક સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભાની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ, ભયમુક્‍ત અને ન્‍યાયી વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના નેતૃત્‍વમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્‍યું છે ત્‍યારે બીજી તરફ હાલમાં ઉમેદવારી પત્ર મેળવવાની અને ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે સોમવારે 26-વલસાડ બેઠક (અ.જ.જા.)ના ભાજપના ઉમેદવાર ધવલ લક્ષ્મણભાઈપટેલ (ઉ.વ.37, રહે. એ-81, સ્‍વસ્‍તિક રો-હાઉસ, વિજ્‍યાલક્ષ્મી કો.ઓ.હા.સોસાયટી, જંહાગીરાબાદ, સુરત) એ પોતાના નામથી 3 ઉમેદવારી પત્ર ભર્યા હતા. જ્‍યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ચોથુ ઉમેદવારી પત્ર ઉષાબેન ગીરીશકુમાર પટેલ (ઉ.વ. 56, રહે. 188, બ્રાહ્મણ ફળિયા, પરિયા, તા.પારડી, જિ.વલસાડ)ના નામથી ભરાયું હતું. આમ, વલસાડ-ડાંગ બેઠક પર લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ચાર ઉમેદવારી પત્રો ભરી શ્રીગણેશ કરવામાં આવ્‍યા હતા.
આ સિવાય જિલ્લા ચૂંટણી શાખામાંથી તા.12 એપ્રિલથી રોજે રોજ વિવિધ રાજકીય પાર્ટી વતી સંભવિત ઉમેદવારો અથવા તેમના સમર્થકો ફોર્મ લઈ જઈ રહ્યા છે ત્‍યારે આજે સોમવારે વીવીઆઈપી (વીરો કે વીર ઈન્‍ડિયન પાર્ટી)ના એક વ્‍યકિત 3 ફોર્મ લઈ ગયા હતા. આમ, અત્‍યાર સુધીમાં 4 દિવસમાં કુલ 9 વ્‍યકિત 35 ફોર્મ લઈ ગયા છે. જેમાંથી ભાજપના ઉમેદવારે સૌ પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તા.19 એપ્રિલ 2024 છે. જ્‍યારે 20 એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી થશે અને તા.22 એપ્રિલના રોજ ઈચ્‍છુક ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. વલસાડ જિલ્લા ચૂંટણી શાખા હાલ આખો દિવસ ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારનીકામગીરીથી ધમધમી રહી છે. વલસાડ- 26 સંસદીય મતવિસ્‍તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને સરળતાથી સંપન્ન થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ચૂંટણીતંત્ર ‘‘રાઉન્‍ડ ધ ક્‍લોક” કામગીરી કરી રહ્યું છે.

Related posts

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલએ સુરતમાં ટેટ ટાટ ઉમેદવારોની કાયમી ભરતી માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અને ઇનોવેશન પ્રોગ્રામ, વી. એન. એસ જી .યુ દ્વારા રીસર્ચ એન્ડ ઇનોવેશન ગ્રાન્ટ પ્રાપ્ત થઇ

vartmanpravah

Leave a Comment