Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.16: વલસાડના રાબડા ગામે સુપ્રસિધ્‍ધ માઁ વિશ્વંભરી ધામે ચૈત્રી નવરાત્રી દરમ્‍યાન નવદિવસ દરરોજ સવારે 07 થી 12 વાગ્‍યા સુધી શ્રીયાગ યજ્ઞ પૂર્ણ શાષાોક્‍ત વિધિથી રાષ્‍ટ્ર નિર્માણ અને વિશ્વ કલ્‍યાણ માટે ખૂબ જ દિવસ ભક્‍તિ સાથે સાધનામય આહુતિ સાથે થાય છે અને રાત્રે 9 થી 11 સુધી વૈદિક પરંપરા અનુસાર અદભુત રાસગરબાનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આ કાર્યક્રમાં ભારતભરના અનેક રાજ્‍યોમાંથી તેમજ વિદેશમાંથી માનવ મહેરામણ મોટી સંખ્‍યામાં ઉમટી પડે છે. દરરોજ દશ હજારથી વધુ માઈ ભક્‍તોનું ઘોડાપૂર માઁ વિશ્વંભરીના દર્શન કરી ધન્‍ય બને છે.
કર્મના સિધ્‍ધાંત અને પ્રકૃતિના નિયમના પાયા પર રચાયેલા આ ધામમાં સ્‍થાપક શ્રી મહાપાત્ર ફરજનિષ્‍ઠ બનીને નૈતિકતા અને પ્રમાણીકતાથી પ્રત્‍યક્ષમાં કર્તવ્‍યકર્મ કરતા જોવા મળે છે. શ્રી મહાપાત્ર પાસે કોઈ વાંચેલા કે સાંભળેલા જ્ઞાનની વાતો કે ઉપદેશને નથી પણ અનુભવેલ જ્ઞાન અને આચરણ છે. આચરણ એ જ સર્વશ્રેષ્‍ઠ ભક્‍તિ છે. શ્રી મહાપાત્ર આ તિર્થયાત્રા ધામમાં કર્તવ્‍યકર્મ કરતા, નિયમિતપણે કર્મભક્‍તિ કરતા તેમજ કર્મયોગી બનીને દર્શનાર્થીઓને અનુભવ સાથે સત્‍ય ધર્મ અને કર્મનું માર્ગદર્શન આપતા જોવા મળે છે. એટલે કે તેઓ કર્તવ્‍યકર્મ, કર્મ ભક્‍તિ અને કર્મયોગ એમ ત્રણ સ્‍ટેપની ભક્‍તિ કરતા જોવા મળે છે.માઁ વિશ્વંભરીને પ્રિય એવા સત્તર જેટલા વૈદિક સદગુણોનું આચરણ કરીને પોતે જીવન જીવી રહ્યા છે અને બીજાને પણ એ રીતે જીવતા શીખવી રહ્યા છે. એવા કર્મયોગી સંતોષી માનવનું જીવન વિશ્વના દરેક માનવ માટે પ્રેરણારૂપ છે.
આ ધામમાં ભક્‍તિની સાથે સાથે પ્રાકૃતિક કૃષિ, સનાતન શિક્ષણ અને માનવતાનો ત્રિવેણી સંગમ થયેલો જોવા મળે છે. ધામના સ્‍થાપક ખેડૂતપુત્ર શ્રી મહાપાત્ર એક કર્મશીલ સર્વોત્તમ ખેડૂત તો છે પણ સાથે પ્રત્‍યેક ઘર મંદિર બને અને સમાજ, દેશ અને સમગ્ર વિશ્વનું કલ્‍યાણ થાય તે માટે સતત પ્રયત્‍નશીલ પુરુષાર્થ કરી રહ્યા છે. યુગપુરુષનું અદભૂત કાર્ય અધ્‍યાત્‍મ અને પ્રાકૃતિક કૃષિવિજ્ઞાન ખરેખર તો માત્ર ગુજરાત જ નહી પણ સમગ્ર ભારત દેશ માટે પ્રેરણા દેશ માટે પ્રેરણારૂપ છે. અહિંયા શિસ્‍તબધ્‍ધ ખેતરો, આદર્શ ગૌશાળા તથા દિવ્‍ય માનવલક્ષી પાઠશાળા ખરેખર તો વિશ્વના પ્રત્‍યેક માનવીઓ માટે પ્રેરણાદાયી છે. પ્રાકૃતિક કૃષિ માટે દરેક પ્રકારના ટ્રેક્‍ટર, ખેતી ઓજારો, કાર્યશાળાની વ્‍યવસ્‍થા, ગોઠવણ, સ્‍વચ્‍છતા વગેરે સૌના માટે પ્રેરક છે. આ ધામના કેમ્‍પસમાં 50 વીઘાથી પણ વધુ વિસ્‍તારમાં રસાયણિક ખાતર કે જંતુનાશક દવાના ઉપયોગ વિના થતી મગફળી, શેરડી, મકાઈ, તથા નાળીયેર, કેરી, જામફળ, કેળા જેવા વિવિધ ફળો તેમજ આયુર્વેદિક વૃક્ષોનીપ્રાકૃતિક ખેતી સમગ્ર ખેડૂતો માટે પ્રેરણા રૂપ છે.

Related posts

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

પ્રશાસક તરીકે 7મા વર્ષના પ્રવેશ ટાણે સંઘપ્રદેશના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં વિકાસના વિશ્વાસનો જયઘોષ

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

Leave a Comment