September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સહયોગથી એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: ગત તા. ૨૪મી માર્ચ ૨૦૨૩ના રોજ એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આકાશ દર્શનનો કાર્યક્રમ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સહયોગથી વાપી૯૯ કોમર્શિયલ સેન્ટરના ટેરેસ પર રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રમુખ પાર્થિવ મહેતા દ્વારા સર્વે સભ્યો અને પરિવારજનોનું હાર્દિક સ્વાગત કરાયું હતું. ત્યારબાદ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના પ્રજ્ઞેશભાઈ રાઠોડ દ્વારા ખગોળવિજ્ઞાન વિશે ઉપસ્થિત લોકોને જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં શુક્ર ચંદ્રની યુતિ, મંગળ ગ્રહ અને વિવિધ નક્ષત્રો આધુનિક ટેલિસ્કોપ દ્વારા ઉપસ્થિત સર્વે લોકોને આકાશમાં બતાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો તથા તેમના પરિવારજનો સહિત વાપી૯૯ના ભાર્ગવ શુકલ, આ કાર્યક્રમના સ્પોન્સર સ્વાતિ સ્પેન્ટોસના પંકજભાઈ શર્મા, જીતેન્દ્રભાઈ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની ટીમ હાજર રહી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા જુદા જુદા વિજ્ઞાનનાં પ્રયોગો બતાવતી બસ પણ લાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઈએવીના ટ્રસ્ટી અશોકભાઈ શાહ, અરૂણ અગરકર, પૂર્વ પ્રમુખ જયેશભાઈ ઘાટલિયા, તરૂણ ખંડેડિયા, પ્રોજેક્ટ ચેરમેન મિતેશ શ્રોફ, જાઈન્ટ સેક્રેટરી વિવેક મડિયા, ખજાનચી કલ્પેશ બથીયા તથા કમિટિ સભ્યો પંકજ દામા, સુધીર ચૌધરી વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સહ ખજાનચી સંતોષ સદાનંદે કર્યું હતું અને આભારવિધી સેક્રેટરી કમલેશ લાડે કરી હતી.

Related posts

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમગ્ર સંઘપ્રદેશ યોગમય બન્‍યોઃ દેવકા નમો પથ સામુહિક યોગ મુદ્રાથી શોભી ઉઠયો

vartmanpravah

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

ચીખલીના માણેકપોરની એક કંપનીના કમ્‍પાઉન્‍ડમાંથી એલસીબી પોલીસે યુરિયા ખાતરના જથ્‍થા સાથે ત્રણને ઝડપ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

Leave a Comment