Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

જિલ્લામાં પ્રથમ વખતના 18-19 વય જૂથના સૌથી વધુ 7888 મતદારો પણ કપરાડા વિધાનસભા બેઠકમાં જ નોંધાયા

વલસાડ જિલ્લામાં 44.57 ટકા મતદારો યુવાન, કુલ 6,06,661
મતદારોની આયુ 39 વર્ષથી નીચેની

લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં કુલ મતદારોની સાપેક્ષે કુલ 2.46 ટકા
યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

જિલ્લામાં 18-19 વયજૂથના સૌથી વધુ 337 યુવા મતદારો પારડીના
ઉમરસાડીમાં નોંધાયા, જેઓ પ્રથમવાર મતદાન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી
વલસાડ, તા.19: ભારતના ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે યુવા મતદારો ઉપર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવી રહ્યું છે. ત્‍યારે આપને જાણીને આヘર્ય થશે કે, વલસાડ જિલ્લામાં સૌથી વધુ આદિવાસી વસતી ધરાવતા કપરાડા તાલુકામાં સૌથી વધુ યુવા મતદારો નોંધાયા છે. જેમાં 18-19 વર્ષના 7888 યુવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે.
લોકશાહીના મહાપર્વમાં ગામડા-શહેરો, નગરો અને સરકારી કચેરીઓ તેમજ ખાનગીદુકાનો, મોલ, હોટલો, કંપનીઓ તમામ સ્‍થળે મતદાન જાગૃતિની પ્રવૃતિઓ પૂરજોશમાં ચાલી રહી છે. તા.7 મે ના રોજ મતદાનના દિવસે આ મહાપર્વને વધાવવા માટે સૌ મતદારો આતુર બન્‍યા છે ત્‍યારે વાત કરીએ વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર યુવા મતદારોની તો, ગ્રામ્‍ય વિસ્‍તારમાં જિલ્લામાં સૌથી વધુ યુવા ગામ ઉમરગામ તાલુકાનું સોળસુંબા ગામ છે જ્‍યાં વય જૂથ પ્રમાણે જોઈએ તો, 18-19 વર્ષના 296 મતદારો, 20 થી 29 વર્ષના 3225 અને 30 થી 39 વર્ષના 4203 મતદારો મળી કુલ 7724 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
આવું જ બીજુ ગામ પારડી બેઠકનું સૌથી યુવા ગામ ઉમરસાડી છે. ઉમરસાડી ગામમાં સૌથી વધુ 337 યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. આ ગામમાં કુલ 6169 મતદારો 39 વર્ષથી નીચેની વયના છે. ધરમપુર વિધાનસભા બેઠક પર અટગામમાં 18-19 વર્ષના સૌથી વધુ 219 યુવા મતદારો નોંધાયા છે. જ્‍યારે 18 થી 39 વય જુથના સૌથી વધુ મતદારો આ બેઠક પર બિલપુડી ગામમાં 3091 નોંધાયા છે. કપરાડા વિધાનસભા બેઠક પર મોટાપોંઢામાં 18-19 વર્ષના સૌથી વધુ 221 મતદારો પ્રથમ વખત મતદાર કરશે, જ્‍યારે જિલ્લાના સૌથી યુવા તાલુકા ગણાતા કપરાડાના મોટાપોંઢામાં 18 થી 39 વર્ષના કુલ 3340 યુવા મતદારો નોંધાયા છે. જ્‍યારેવલસાડ તાલુકામાં સૌથી યુવા ગામ કોસંબા છે જ્‍યાં 18 થી 39 વય જુથના કુલ 4634 મતદારો છે જ્‍યારે પ્રથમ વખત મતદાન કરનાર 18-19 વયજૂથના સૌથી વધુ 273 મતદારો કકવાડી દાંતી ગામમાં નોંધાયા છે.
આ સિવાય અર્બન વિસ્‍તારમાં સૌથી વધુ યુવા મતદારોની વાત કરીએ તો, ધરમપુર નગરના કુલ 18 ભાગમાં 18-19 વયજૂથના 455, 20-29 વયજૂથના 3933 અને 30 થી 39 વયજૂથના 4475 મતદારો મળી 18થી 39 વયજૂથના કુલ 8863 મતદારો નોંધાયા છે. ઉમરગામ ટાઉનના કુલ 22 ભાગમાં 18-19 વયજૂથના 477, 20-29 વયજૂથના 4747 અને 30 થી 39 વયજૂથના 6437 મતદારો મળી 18-39 વયજૂથમાં કુલ 11661 મતદારો નોંધાયા છે. પારડી ટાઉનના કુલ 20 ભાગમાં 18-19 વયજૂથના 473, 20-29 વયજૂથના 4057 અને 30-39 વયજૂથના 5619 મતદારો મળી કુલ 10149 યુવા મતદારોનો સમાવેશ થાય છે. જયારે વાપીના કુલ 70 ભાગમાં 18-19 વર્ષના પ્રથમ વખતના 1440, 20-29 વર્ષના 13978 અને 30 થી 39 વયજૂથના 18879 મળી 39 વર્ષ સુધીના કુલ 34297 મતદારો નોંધાયા છે. વલસાડ બેઠક પર સૌથી વધુ વલસાડ શહેરના કુલ 56 ભાગમાં 18-19 વર્ષના 975, 20-29 વયના 8406 અને 30-39 વયજૂથના 12441 મળી કુલ 21822 મતદારો નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં કુલ 6,06,661 મતદારો યુવાનછે જેની ઉંમર 39 વર્ષથી નીચે છે. જિલ્લામાં કુલ 13,61,048 મતદારો પૈકી 33492 મતદારો 18થી 19 વયના છે અને તેઓ આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે. આ પ્રમાણ જોઈએ તો, કુલ મતદારોની સાપેક્ષે 2.46 ટકા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જિલ્લામાં કુલ 13,61,048 મતદારો છે જે પૈકી 6,06,661 મતદારો 18 થી 39 વયજૂથના છે. જે મુજબ જિલ્લામાં 44.57 ટકા ભાગીદારી યુવા મતદારોની જોવા મળે છે.

વલસાડ જિલ્લામાં કોઈ એક ભાગ બાકી નથી કે, જ્‍યાં 18-19 વયનો એક ઉમેદવાર નોંધાયો ન હોય

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્‍વમાં મતદાર નોંધણીને વેગવાન બનાવાતા બૂથ લેવલ ઓફિસર સુધી સતત નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. જેના પગલે વલસાડ જિલ્લાની વિધાનસભા બેઠકોમાં મતદારોનો એક પણ ભાગ એવો નથી કે જેમાં 18થી 19 વર્ષનો મતદાર ના હોય! તમામ પાર્ટમાં લઘુત્તમ 5 જેટલા તો પ્રથમ વખતના મતદારો નોંધાયા છે. 18થી 19 વયના મતદારોની સમીક્ષા કરીએ તો વલસાડમાં 5783, પારડીમાં 5924, ઉમરગામમાં 6167, કપરાડામાં 7888 અને ધરમપુરમાં 7730 ઉક્‍ત વય જૂથના મતદારો નોંધાયા છે.

18 થી 109વર્ષ સુધીની વય જૂથમાં સૌથી વધુ યુવા મતદારો 30-39 વયજૂથના

વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર અલગ અલગ વય જૂથના મતદારોનું વિશ્‍લેષણ ટકાવારીમાં જોઈએ તો 18-19 વયજૂથના 2.46 ટકા મતદારો, 20-29 વયજૂથના 20.02 ટકા, 30-39 વયજૂથના 22.09 ટકા, 40-49 વયના 21.25 ટકા, 50-59 વયના 16.54 ટકા, 60-69 વયના 10.41 ટકા, 70-79 વયના 5.14 ટકા, 80-89 વયના 1.78 ટકા, 90-99 વયના 0.29 ટકા અને 100-109 વયજૂથના 0.02 ટકા મતદારો નોંધાયા છે. જેમાં પણ જોઈએ તો, સૌથી વધુ મતદારો યુવા વયમાં 30-39 જૂથમાં 22.09 ટકા જોવા મળે છે. જેથી આ વખતની લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારો પોતાના મતાધિકાર પ્રત્‍યે જાગૃત થઈ વધુમાં વધુ મતદાન કરશે તો લોકશાહીને ધબકતી રાખવામાં યુવા વર્ગ પોતાનું સૌથી મોટુ યોગદાન આપશે એવુ જણાઈ રહ્યું છે. આમ, પણ ભારતની ઓળખ સમગ્ર વિશ્વમાં યુવાન દેશ તરીકે થાય છે ત્‍યારે મતદાનના દિવસે યુવાનો આળસ ખંખેરી વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ અથાગ પ્રયત્‍નો થઈ રહ્યા છે.

Related posts

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

Leave a Comment