Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

દાનહ અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજઃ પ્રશાસકશ્રી દ્વારા સ્‍વયં થઈ રહેલું મોનિટરીંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો હોવાથી કાઉન્‍ટ-ડાઉન શરૂ થઈ ચુક્‍યુ છે. પ્રશાસન તૈયારીમાં વ્‍યસ્‍ત થઈ ચુક્‍યું છે અને લોકો પોતાના લાડલા નેતાના દિદાર પામવા અધિરા બન્‍યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઐતિહાસિક સત્‍કાર માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
દાદરા નગર હવેલી અને દમણના તમામ ગામ, ફળિયા, પાડા, શેરીથી લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને રોડ શોમાં ભાગ લેવા ઉમળકાભેર ઉમટી પડે તે માટેના પ્રયાસો પણ તેજ થઈ રહ્યા છે. સભા સ્‍થળમાં કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારી પણ પ્રશાસન અને આયોજકો દ્વારા લેવામાં આવી રહી છે.
સેલવાસ અને દમણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સાંભળવા અને તેમના રોડ શોના સાક્ષી બનવા માટેઅત્‍યારથી જ લોકોમાં આતુરતા અને ઉત્‍સુકતા જોવા મળી રહી છે. તેથી ઐતિહાસિક જનમેદની ઉમટવાની અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્‍વયં મોનિટરિંગ કરી રહ્યા છે.

Related posts

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સંગઠનાત્‍મક પદાધિકારીઓની કરાયેલી નિયુક્‍તિ

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment