October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1123 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

ડુંગરી વિસ્‍તારના આસપાસના 43 ગામના લોકોને એક જ દિવસે એક જ છત નીચેથી વિવિધ સેવાનો લાભ મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: રાજ્‍ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્‍ય સરકાર માટે હાર્દ સમાન ગણાય છે, જેને ધ્‍યાને લઈ પ્રજાજનોના વ્‍યક્‍તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્‍થળે તે જ દિવસે ઉકેલાય શકે તેવા ઉમદા હેતુને ધ્‍યાને લઈ વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં સાર્વજનિક હાઈસ્‍કૂલ ખાતે તા.17 સપ્‍ટેમ્‍બર 2024ના રોજ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 1123 અરજીઓ આવી હતી જે તમામ અરજીઓનો હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો.
ડુંગરી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમનો આસપાસના કુલ 43 ગામના લોકોને લાભ મળ્‍યો હતો. જેમાં 295 લાભાર્થીને રસીકરણ, 264 ડિવોર્મિંગ, 92 રાશનકાર્ડ ધારકોની ઈ કેવાયસી અંગેની સેવા, 86 દર્દીની હેલ્‍થ વેલનેસ કાર્ડ અંતર્ગત ડાયાબીટીસ અને બી.પી.નીતપાસ, 72 લાભાર્થીનું રાશન કાર્ડમાં નામ દાખલ કરાવ્‍યું, 18 વર્ષથી ઓછી વયજૂથના 69 રહીશો માટે આધારમાં નોંધણી, 67 લોકોની આરોગ્‍યલક્ષી સારવાર, 50 લોકોના રાશન કાર્ડમાં નામ કરાવવાની અરજીનો નિકાલ, 35 પશુની ગાયનેકોલોજીકલ સારવાર, 28 અરજદારોના રાશન કાર્ડમાં નામ અને અટકમાં સુધારો, 22 ખેડૂત ખાતેદારને સાતબાર અને આઠ-અ ના પ્રમાણપત્ર આપ્‍યા, 17 અરજદારને આવકનો દાખલો, 9 વડીલને વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર અને આ સિવાય સમાજ કલ્‍યાણ અનુસૂચિત જાતિની સેવા, વિધવા સહાય, કળત્રિમ બીજદાન, સર્જિકલ સારવાર, પીએમજેવાય મા કાર્ડ અરજી, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, રાષ્‍ટ્રીય વૃધ્‍ધ પેન્‍શન યોજના, નિરાધાર વૃધ્‍ધ અને દિવ્‍યાંગોને આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવ્‍યો હતો. આમ, કુલ 1123 અરજદારોના વિવિધ પ્રશ્નો અને રાજ્‍ય સરકારની વિવિધ સેવાનો લાભ એક જ દિવસે અને એક જ છત નીચેથી મળતા રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કરી ખુશી અનુભવી હતી.

Related posts

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ વિકાસયોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

Leave a Comment