October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી વિસ્‍તારમાં ધમધમતા ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી સામાન્‍ય વાત બની ચૂકી છે. છાશવારે ડુંગરી ફળીયા, કરવડ, ડુંગરા-સલવાવ જેવા વિસ્‍તારોના ભંગારના ગોડાઉનોમાં સતત આગના બનાવો બનતા રહે છે. તેવો વધુ એક બનાવ આજે સોમવારે બપોરે કરવડ ગામે કાર્યરત એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.
વાપી કરવડ ગામે પંચાયતની અમી દ્રષ્‍ટિ હેઠળ ભંગારના ગોડાઉનો બેરોકટોક ચાલી રહ્યા છે જે ભવિષ્‍યમાં કોઈ મોટી હોનારતને આમંત્રે તો નવાઈ નહી. આજે બપોરે ગેરકાયદે ધમધમતા કરવડના એક ભંગાર ગોડાઉનમાં ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. કિલોમીટરો સુધી જ્‍વાળાઓ દૃશ્‍યમાન થતી હતી. ધુવાડાથી ચારે તરફ ગુંગળામણ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્‍થળે પહોંચી આગને બુઝાવવાની કવાયત કલાકો સુધી હાથ ધરી હતી. જો કે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી તેમજ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

Related posts

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

સરીગામની મહિલાઍ કોગી આગેવાન રાકેશ રાય ઉપર મુકેલો છેડતીનો આરોપ

vartmanpravah

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ૪૦મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

vartmanpravah

Leave a Comment