December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

સરપંચ સહિત ગ્રામજનો દોઢી આવ્‍યા : સદ્દનસીબે નીચે કોઈ માણસો કે બાળકો હતા નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લા તોફાની પવનો વાઈ રહ્યા છે તેથી ઠેર ઠેર કે ઝુપડાઓના છાપરા ઉડી રહ્યા છે. આજે ગુરૂવારે સવારે 10 વાગ્‍યાના સુમારે વલસાડ લીલાપોરમાં સો વર્ષનું પૌરાણિક વડનું ઝાડ અચાનક પડી જતા દોડધામ મચી હતી.
વલસાડ લીલાપોરના કુંભારવાડ વિસ્‍તારમાં 100 વર્ષનું પૌરાણિક વડલાનું ઝાડ આવેલું છે. આજે સવારે વેગીલા તોફાની પવનોને લઈ વડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. ઝાડ નીચે જી.ઈ.બી.ની ડી.પી., ટ્રાન્‍સફોર્મર, એક ટેમ્‍પો અને પાસે આવેલ કીરાનાની દુકાનને નુકશાન થયું હતું. ઘટનાની જાણ થતાં સરપંચ મનોરભાઈ આહિર સહિત ગ્રામજનો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. મહાકાય ઝાડ નીચે કોઈ બાળક કે માણસ કે પ્રાણી દટાયા તો નથી. તપાસ બાદ કંઈઅજુગતુ બનેલું નહીં તેથી રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડા જેવા ઝડપી પવનોને લીધે અનેક જગ્‍યાએ વૃક્ષો પડવાના બનાવો બની રહ્યા છે.

Related posts

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

Leave a Comment