Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

હનુમાનજીની પૂજા, મહા આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથેમહા પ્રસાદના આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: આવતીકાલે મંગળવારે પવનપૂત્ર હનુમાનજીની જન્‍મ જયંતિ હોવાથી વાપીના વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપી ટાઉન, વાપી ફોર્ટીશેડ, જે-ટાઈપ વિસ્‍તાર તથા અંબામાતા મંદિર જેવા હનુમાનજીના મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થનાર છે. વાપી ટાઉન બજાર રોડ ખાતે મહાત્‍મા ગાંધી માર્કેટ પાછળ આવેલા સંકટમોચન હનુમાન મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્‍ય હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. સવારે 8 કલાકે પૂજાવિધી બાદ 11:30 કલાકે મહા આરતી અને બપોરે 12 કલાકે મહા પ્રસાદનું આયોજન કરાશે. જેનો લાભ લેવા તમામ ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

‘સંકલ્‍પથી સિદ્ધિ’ માટે સમગ્ર દેશમાં દૃષ્‍ટાંતરૂપ બનેલો દાનહ અને દમણ-દીવ પ્રદેશ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

પારડી એપીએમસી મંડપનો કેરી ચોર ઝબ્બે

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

Leave a Comment