July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

ઉમેદવારોને પ્રચાર માટે મળનારા 13 દિવસઃ 5મી મેના સાંજે પાંચ વાગ્‍યાથી બંધ થશે પ્રચારના બ્‍યુગલ

7મી મેના સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 6:00 વાગ્‍યા સુધી પ્રદેશના લોકો પોતાના સાંસદને ચૂંટવા માટે મતાધિકારનો કરશે પ્રયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: લોકસભાની દમણ અને દીવ બેઠક માટે આજે ઉમેદવારીપત્રક ખેંચવાના અંતિમ દિવસે એકપણ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્રક નહીં ખેંચતા હવે આ બેઠક ઉપર 7 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી શ્રી કેતન ડાહ્યાભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના શ્રી લાલુભાઈ બાબુભાઈ પટેલ, નવસર્જન ભારત પાર્ટીના શ્રી ઉમેશ પટેલ, અપક્ષો તરીકે પટેલ ઉમેશભાઈ બાબુભાઈ, પટેલ ઉમેશભાઈ બાબુ, શ્રી ઈદરીશ મુલ્લા અને સકિલ લતિફ ખાનનો સમાવેશ થાય છે.
અપક્ષ ઉમેદવારોને પોતાનું ચૂંટણી પ્રતિક પણ ફાળવી દેવાયું છે. હવે આજથી ઉમેદવારોને પ્રચાર માટે 13 દિવસ મળશે. તા.5મી મેના સાંજે 5:00 વાગ્‍યાથી ચૂંટણી પ્રચાર બંધ થશે અને 7મી મેના રોજ સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 6:00 વાગ્‍યા સુધી લોકો પોતાનામતાધિકારનો પ્રયોગ કરી સાંસદને ચૂંટવા માટે મતદાન કરશે.

Related posts

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રવિવારના દિને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment