June 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

મોબાઈલ, બાઈક મળી પોલીસે રૂા.1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી જીઆઈડીસી પોલીસને હાઈવે યુ.પી.એલ. પુલ નજીકથી ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી લીધાની સફળતા મળી છે.
ઉદ્યોગનગરમાં પો.સ.ઈ. આર.એન. આથલીયા અને પોલીસ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કો. હરીશ કમરુલ અને કુલદીપસિંહ મોરીને ખાનગી રાહે બાતમી મળી હતી તે આધારેયુપીએલ પુલ નજીક બાઈક ઉપર આવતા ત્રણ યુવાનોને કોર્ડન કરી અટકાવ્‍યા હતા. યુવાનોની અંગઝડતીમાં ત્રણ મોબાઈલ મળી આવ્‍યા હતા. આ અંગે બીલો રજૂ નહી કરી શકતા પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. ઝડપાયેલ ત્રણ આરોપીમાં કિશન રાજેશભાઈ ખેરવાલ રહે.રખોલી આલોક કંપનીની બાજુમાં મહેશભાઈની ચાલ, વિકાસ કમલાકાંત પાઠક રહે.સેલવાસ અયપ્‍પા મંદિર પાસે પાણી ટાંકીની બાજુમાં રમણભાઈની ચાલ તથા અજય કમલાકાંત પાઠક રહે.સેલવાસ અયપ્‍પા મંદિર પાસેનો સમાવેશ થાય છે. પોલીસે એક બાઈક સ્‍પ્‍લેન્‍ડર કિ.80 હજાર અને ત્રણ મોબાઈલ કિ.99999 મળી કુલ રૂા.1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય મોબાઈલ સ્‍નેચરને જેલભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment