Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ ૧૯૮૭થી ૨૦૨૪ દમણ અને દીવ બેઠકમાં 1999થી માછી સમાજના યુગનો આવેલો અંતઃ પહેલી વખત કોળી પટેલ સમાજના સાંસદ બનેલા ડાહ્યાભાઈ પટેલ

સાંસદ તરીકે ડાહ્યાભાઈ પટેલના આગમન બાદ દમણ-દીવની રાજનીતિએ પણ લીધેલી આગવી કરવટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : 1998માં પણ કોઈ એક પક્ષને બહુમતિ નહીં મળતાં માંડ તેર મહિનામાં ભાજપના શ્રી અટલ બિહારી વાજપેયી સરકારનું પતન થયું હતું અને 1999ના સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં ચૂંટણી યોજાઈ હતી.
દમણ અને દીવ વિકાસ પાર્ટીનો પ્રયોગ નિષ્‍ફળ જતાં તત્‍કાલિન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સ્‍વ. શ્રી અસલમ ખાનની પહેલથી શ્રી ડાહ્યાભાઈ પટેલે કોંગ્રેસની કંઠી બાંધી હતી. 1999ની ચૂંટણીમાં ભાજપ હાઈકમાન્‍ડે ફરી એકવાર શ્રી દેવજીભાઈ ટંડેલ ઉપર જ વિશ્વાસ મુક્‍યો હતો. 1998માં માછી સમાજે બતાવેલી એકતા પણ માંડ એક વર્ષમાં તૂટવાની કગાર ઉપર આવી ગઈ હતી અને આ ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે માછી સમાજના તે વખતના તેજતર્રાર યુવા નેતા શ્રી રમેશભાઈ પામસીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
1999ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ તરફથી શ્રી દેવજીભાઈ ટંડેલ, કોંગ્રેસ તરફથી શ્રી ડાહ્યાભાઈ પટેલ અને શિવસેનાના શ્રી રમેશભાઈ પામસી વચ્‍ચે મુખ્‍ય રીતે સ્‍પર્ધા રહી હતી.
1998ની ચૂંટણીમાંસાંસદ તરીકે શ્રી દેવજીભાઈ ટંડેલને માંડ 13 મહિનાનો કાર્યકાળ મળ્‍યો હતો. બીજી બાજુ 1998ની હારનો બદલો લેવા માટે કોળી પટેલ સમાજમાં પણ એક પ્રકારની જ્‍વાળા પ્રગટતી હતી. તે વખતે શ્રી લાલુભાઈ પટેલ, શ્રીમતી તરૂણાબેન પટેલ, સ્‍વ. મોહનભાઈ પટેલ, શ્રી ગજુભાઈ પટેલ, શ્રી શાંતુભાઈ પટેલ, સ્‍વ. કાળીદાસ ફકીર જેવા નેતાઓ એક મંચ પર આવ્‍યા હતા. તત્‍કાલિન કોંગ્રેસ પ્રમુખ સ્‍વ. અસલમ ખાનની રણનીતિથી કોંગ્રેસે ભવ્‍ય વિજય મેળવ્‍યો હતો અને લોકસભાની દમણ અને દીવ બેઠક ઉપરથી માછી સમાજનું પ્રભુત્‍વ પણ ખતમ થયું હતું અને પહેલી વખત કોળી પટેલ સમાજના શાસનનો સૂર્યોદય શરૂ થયો હતો, જે આજપર્યંત છેલ્લા 25 વર્ષથી ચાલુ છે.
1999ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી ડાહ્યાભાઈ પટેલને 25,136 મત મળ્‍યા હતા. ભાજપના શ્રી દેવજીભાઈ ટંડેલને 21,910 અને શિવસેનાના શ્રી રમેશભાઈ પામસીને 3422 મતો મળ્‍યા હતા. જ્‍યારે અપક્ષ તરીકે ઉભા રહેલા શ્રી ધીરજકુમાર એચ. સોલંકીને માત્ર 332 મત મળ્‍યા હતા.
1999માં સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલના આગમન બાદ દમણ અને દીવની રાજનીતિએ પણ એક આગવી કરવટ લીધી હતી. (ક્રમશઃ)

Related posts

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

ભિલાડથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

Leave a Comment