September 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જનરલ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં ઈવીએમ મશીનનું બીજું રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં ઈવીએમ રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્‍યની સાથે વલસાડ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની 7મી તારીખે યોજાનાર છે. ત્‍યારે સમગ્ર વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે જનરલ ઓબ્‍ઝર્વર તરણ પ્રકાશ સિંહા (આઈએએસ)ની અધ્‍યક્ષતામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકની ઉપસ્‍થિતિમાં કલેક્‍ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનું બીજું ઈલેક્‍ટ્રોનિક રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લાના રાજકીય પાર્ટીના પ્રતિનિધીઓએ ઈલેક્‍ટ્રોનિક રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા પ્રત્‍યક્ષ નિહાળી હતી. અહીં ચાર વખત ઈવીએમ રેન્‍ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને ફાઈનલાઈઝ કરવામાં આવી હતી.
બીજા ઈલેક્‍ટ્રોનિક રેન્‍ડમાઈઝેશનમાં ક્‍યા પોલિંગ બૂથ ખાતે કયા ઈવીએમ મશીનની ફાળવણી થશે એ અંતર્ગત રેન્‍ડમાઈઝેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પોલિંગ સ્‍ટેશન ખાતે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટના સેટની કયા પોલિંગ બૂથ ખાતે ફાળવણી કરવામાંઆવશે તે અંગે રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે રેન્‍ડમાઈઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્‍તારને તેના મતદાન મથકની સંખ્‍યાના 125% લેખે બેલટ યુનિટ, 125% લેખે કન્‍ટ્રોલ યુનિટ અને 135% લેખે વીવીપેટ ફાળવણી વિશે જણાવ્‍યું હતું. પોલિંગ બૂથોને રિઝર્વ્‍ડ યુનિટોની ફાળવણીને કારણે કોઈ મશીનોમાં કોઈ ખામી સર્જાય તો પણ વધારાના યુનિટો દ્વારા વોટિંગની પ્રક્રિયા ચાલતી રહેશે. કોઈપણ સંજોગોમાં વોટિંગની પ્રક્રિયામાં અવરોધ આવે નહિ તેની કાળજી રાખવામાં આવી છે.
રેન્‍ડમાઇઝેશનની પ્રક્રિયામાં કાયદો અને વ્‍યવસ્‍થા, બેલેટ અને ડમી બેલેટ પેપરના નોડલ-વ-નિવાસી અધિક કલેક્‍ટરશ્રી એ.આર. ઝા, ઈવીએમના નોડલ અધિકારી-વ-નાયબ નિયામક હોર્ટિકલ્‍ચર એન.એન.પટેલ, પ્રોબેશનરી આઈએએસ, ચૂંટણી સંબંધિત અધિકારી કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આંતર પોલીટેકનીક ચેસની સ્‍પર્ધામાં પરીયાની ટીમ વિજેતા

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે સાઈબર ક્રાઈમ ફ્રોડના રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્‍યા

vartmanpravah

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

Leave a Comment