July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ચણોદ સ્‍થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત એન.એસ.એસ. (રાષ્‍ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. એન.સી.સી.ના દરેક સ્‍વયં સેવકોને વર્ષ દરમ્‍યાન વ્‍યક્‍તિ, સમાજ અને દેશના વિકાસ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત રહી નિઃસ્‍વાર્થ સેવા બજાવે છે. આ સેવાને ધ્‍યાનમાં રાખતા યુવા કલ્‍યાણ અને રમત-ગમત વિભાગ ભારત સરકારની પ્રાદેશિક એન.એસ.એસ. સેલ અંતર્ગત ફકીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડિસા અને એન.એસ.એસ. સેલના સંયુક્‍ત આયોજન દ્વારા નેશનલ ઈન્‍ટિગ્રીટેડ કેમ્‍પ-2024 (એનઆઈસી)નું આયોજન ફકીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડિસા ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્‍યામાં એન.એસ.એસ.ના સ્‍વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કેમ્‍પમાં સદર કોલેજના પ્રથમ વર્ષ બી.કોમ.ના સ્‍વયં સેવકો હિતીકા પટેલ અને આશુતોષ પાલએ ભાગ લઈ કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ કેમ્‍પનું આયોજનમાં મુખ્‍ય હેતુ દરેકને એકતામાં લાવીતંદુરસ્‍ત, મજબૂત અને વિવિધતામાં એકતા કેળવી દેશની વિવિધ સાંસ્‍કળતિમાં પણ એકતા છે તેના અનુભવ કરાવ્‍યો હતો. સ્‍વયં સેવિકોને સંપૂર્ણ માર્ગદર્શન કોલેજના એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર ડો.ખુશ્‍બુ દેસાઈએ પૂરૂં પાડયું હતું. આમ સમગ્ર કોલેજનું નામ રોશન કરવા બદલ કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થી તેમજ પ્રોગ્રામ ઓફિસરનો આભાર વ્‍યક્‍ત કરી જીવનમાં સફળ થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિની પ્રશંસનીય કામગીરી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment