October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જે.સી.આઈ. નવસારી દ્વારા કસ્‍બાપાર શાળામાં સમર કેમ્‍પનું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.30: કસ્‍બાપારની વીવીપીપી હાઈસ્‍કૂલમાં તારીખ 22 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિવિધ એક્‍ટિવિટીઓ કરવામાં આવી હતી. શાળાના 1 થી 8 ધોરણના વિદ્યાર્થી માટે વિના મૂલ્‍યે કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો, જેમાં વિવિધ એક્‍ટિવિટી કરાવવામાં આવી હતી. જેમાં ક્રાફટ, ચિત્રકામ, મોબાઈલથી થતાં નુકશાન પર અવેરનેસ, ઝુમ્‍બા, સેલ્‍ફ ડીફેન્‍સ તેમજ માઈક્રોસ્‍કોપ વર્લ્‍ડની માહિતી જુદા જુદા ટ્રેનર જેમ કે પ્રજ્ઞાબેન વૈધ, સંજયભાઈ પટેલ, સુનીલભાઈ, ડો.કેયુરભાઈ શર્મા, પાર્થિવી પટેલ, વસીમ મુલતાનીએ એમની સેવાનો લાભ આપ્‍યો હતો. હાઈસ્‍કૂલના અતિ ઉત્‍સાહી એવા પ્રાથમિક શાળાના આચાર્ય કવિતાબેન અને શાળાના દરેક શિક્ષણગણ આ સમરકેમ્‍પમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. 6 દિવસની ટ્રેનિંગ દરમ્‍યાન જેસીઆઈ નવસારીના પ્રેસિડેન્‍ટ જેસી કામિની શુકલ તેમજ ડિરેકર કોમ્‍યુનિટી જેસી સોનલબેન પટેલ એ તેમની હાજરી આપી સૌ વિદ્યાર્થીઓ, ટ્રેનરો, શાળા તેમજ જેસીઆઈ નવસારી પરિવારનો આભાર માન્‍યો હતો.

Related posts

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હસ્તે નવીનગરી પ્રા. શાળા, માલનપાડાના શિક્ષક શ્રી મહેન્દ્રસિંહ પરમારનું શ્રેષ્ઠ શિક્ષક – રાજ્ય પારિતોષિકથી સન્માન

vartmanpravah

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

Leave a Comment