October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

સફળ પ્રાકૃતિક ખેતી માટે પાંચ આયામનો ઉપયોગ કરવો જરૂરીઃ જિલ્લા ખેતીવાડી અધિકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: પ્રાકળતિક ખેતીનો વ્‍યાપ વધે અને ખેડૂતોની આવક વધે, જમીન બગડતી અટકે તથા માનવીનું સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણને નુકસાન ન થાય તેવા ઉમદા હેતુથી વલસાડ જિલ્લાના ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તેવા પ્રયાસોવહીવટીતંત્ર દ્વારા થઈ રહ્યા છે. જે અંતર્ગત ગત તા.16-02-2023ના રોજ વલસાડ તાલુકાના વલંડી ગામમાં પ્રાકળતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ હતી.
ખેતી અને પશુપાલન વ્‍યવસાય સાથે જોડાયેલી વલંડી ગામની 45 જેટલી બહેનોએ પ્રાકળતિક ખેતીની તાલીમ લીધી અને જીવામૃત કઈ રીતે બનાવવું તે જાતે શીખ્‍યા હતા. તાલીમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્‍યું કે, પ્રાકળતિક ખેતીના પાંચ આયામનો ઉપયોગ કરવો જરૂરી છે. જેમાં (1) જીવામૃત (2) બીજામૃત (3) આચ્‍છાદન (4) વાફસા (5) આંતરપાકનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં આત્‍માના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર ધીરેનભાઈ પટેલે જણાવ્‍યું કે, પ્રાકળતિક ખેતી એટલે કુદરતી સંસાધનનો ભરપુર ઉપયોગ, બજાર બહારથી ખરીદી કર્યા વિના પોતાના ખેતર અથવા ગામમાંથી લાવી વસ્‍તુનો ઉપયોગ કરવો. પ્રાકળતિક ખેતીમાં ઉપયોગ લેવાની સાધન સામગ્રી જીવ, જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન કરતા ન હોવા જોઈએ. જિલ્લા સંયોજક અને કોચવાડા ગામના રહીશ નિકુંજભાઈ એચ. ઠાકોરે એમના જાત અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું અને વલંડી ગામ પ્રાકળતિક ખેતી કરતું આદર્શ ગામ બનશે અને આજુબાજુના ગામો પણ પ્રેરણા જરૂરથી લેશે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ કુસુમબેન,કમળાબેન, ખેડૂત મિત્ર રતિલાલભાઈ, વિજયભાઈ, મધુબેન, વિસ્‍તરણ અધિકારીઓ, ગ્રામસેવક જતીનભાઈ, મહેશ્વરીબેન, ભાવિકાબેન, કાલિન્‍દીબેન અને શીતલબેન હાજર રહ્યા હતા.

Related posts

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

vartmanpravah

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતનું પાવર લિફટીંગ સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

લેટર બોંબ બાદ દાંડી સહિત વલસાડ કાંઠા વિસ્‍તારના ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્‍યા

vartmanpravah

Leave a Comment