October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

ભારતની અંડર-23 ટીમમાં સરલ પ્રજાપતિનો સમાવેશ થશે એવો વિશ્વાસપ્રગટ કરતા ક્રિકેટ કોચ ભગુ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: બીસીસીઆઈ દ્વારા 21મી મેથી 9મી જૂન 2024 દરમિયાન સુરતના લાલભાઈ કોન્‍ટ્રાક્‍ટર સ્‍ટેડિયમમાં નેશનલ ક્રિકેટ એકેડમીની સહાયતાથી અને એનસીએના મુખ્‍ય કોચ અને ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્‍સમેન વી.વી.એસ. લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ ભારતભરના તમામ રાજ્‍યોમાંથી 30 સંભવિત ઉભરતા ખેલાડીઓ માટે ઉચ્‍ચ પ્રદર્શન શિબિર યોજાશે. જેમાંથી પસંદ કરાયેલા ખેલાડીઓને અંડર-23 એશિયા કપ અને વિદેશની ધરતી પર રમવાની તક મળશે. એનસીએ હાઈ પફોર્મન્‍સ કેમ્‍પમાં દમણના સરલ પ્રજાપતિની પસંદગી અંગે ખુશી વ્‍યક્‍ત કરતાં સરલના કોચ શ્રી ભગુભાઈ પટેલે જણાવ્‍યું છે કે, સરલ ગુજરાત રાજ્‍યમાંથી એકમાત્ર એવો ખેલાડી છે જે એનસીએ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે. સરલે બીસીસીઆઈ દ્વારા આયોજિત ઘરેલૂ કર્નલ સી.કે. નાયડુ ક્રિકેટ સ્‍પર્ધા 2023-24માં 7 મેચમાં 16.78ની સરેરાશ અને 2.66ની ઈકોનોમી સાથે 38 વિકેટ લીધી. જેમાં તેણે બે વાર 5 વિકેટ અને ત્રણ વાર 4 વિકેટ લીધી હતી અને 28.85ની એવરેજથી બેટિંગ કરીને 375 રન બનાવ્‍યા હતા જેમાં તેણે 4 અડધી સદી ફટકારી હતી જેના કારણે ઓલ ઈન્‍ડિયા જુનિયર સિલેક્‍શન કમિટીએ સરલ પ્રજાપતિને એનસીએકેમ્‍પ માટે પસંદ કર્યો છે આગળ ક્રિકેટ કોચ ભગુ પટેલે જણાવ્‍યું કે સરલ અંડર 14, 16, 19, 23 અને 25 જેવા વયજૂથ રમી ચૂકયો છે અને સરલે ગુજરાત ટીમવતી ગુજરાત માટે બધાજ વયજૂથમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે, સરલની અંડર 16માં ઝેડસીએ કેમ્‍પ માટે પણ પસંદગી થઈ હતી. વધુમાં શ્રી ભગુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સરલ ખૂબ જ સારો લેફટ આર્મ સ્‍પિન બોલિંગ ઓલરાઉન્‍ડર ખેલાડી છે જેને મે ક્રિકેટની યુક્‍તિઓ ખૂબ જ નજીકથી શીખવી છે, જેના કારણે સરલ ક્રિકેટ જેવી રમતમાં તેનું ભવિષ્‍ય ઉજ્જવળ કરશે અને સમગ્ર ભારતમાં દમણ પ્રદેશને ગૌરવ અપાવશે. સરલની પસંદગીથી સરલના ચાહકો અને દમણના તમામ ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

Related posts

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ડોકમરડી સરકારી શાળાની જગ્‍યા બદલવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સાંસદ તરીકે એક બંધારણીય પદ ઉપર હોવાથી ઉમેશભાઈ પટેલે પોતાના વાણી-વિલાસમાં વિવેક અને સૌજન્‍ય રાખવા પડશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

vartmanpravah

Leave a Comment