October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા ઘોઘલા સીએચસી ખાતે ડેન્‍ગ્‍યુ રોકથામ અંગે કર્મચારીઓ સાથે બેઠકનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસના અનુસંધાને 16 મે 2024 ના રોજ દીવ કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય વિભાગ, દીવ દ્વારા સી. એચ. સી. ઘોઘલા ખાતે આરોગ્‍ય કર્મચારીઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં આરોગ્‍ય વિભાગના CHO, ANM/ BHW, અને આરોગ્‍ય/ મલેરિયાના કર્મચારીઓને ડેન્‍ગ્‍યુ રોકધામ વિશે ચર્ચા કરવામાં આવી. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ડેન્‍ગ્‍યુ નાથવા માટે વિવિધ કાર્યો કરવામાં આવેલ છે, જેમાં ઘરે ઘરે જઈ મચછરજન્‍ય રોગ વિશે સમજણ, તાવ જેવા લક્ષણ નો રીપોર્ટ માટે લોહી લેવું, પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. આગામી ચોમાસાની ઋતુમાં શરૂઆતથી જ રોગ અટકાયતી કામગીરી સઘન કરવામાં આવી રહી છે.
આરોગ્‍ય અધિકારી, ડૉ. સુલતાનના જણાવ્‍યા મુજબ વરસાદની સીઝન પહેલાતાયારીના ભાગરૂપે આરોગ્‍ય સ્‍ટાફને ડેંગ્‍યૂ ઉપદ્રવ ન થાય અને વહેલી ઓળખ અને નિદાન માટે હૉસ્‍પિટલ સ્‍ટાફને જાગૃત કરવામાં આવ્‍યા જે ઘરે ઘરે જઈ લોકોમાં જાગૃતી ફેલાવે અને જો લક્ષનો જણાઈ તો, SC, PHC, CHC, GHD માં સારવાર ઉપલબ્‍ધ છે.

Related posts

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત શુક્રવારે દમણ કૃષિ વિભાગ દ્વારા કચીગામના સરકારી કૃષિ ફાર્મમાં કૃષિ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

Leave a Comment