(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.16: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ધોરણ 10 અને 12નું ગુજરાત તથા સંઘપ્રદેશમાં સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ટોપર રહ્યું છે, અને દીવ જિલ્લામાં ગત દિવસોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું જિલ્લા કલેકટર ભાનુ પ્રભા સહિત પ્રશાસનીય અધિકારીઓએ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ-12માં દીવ જિલ્લાના ટોપર વિદ્યાર્થી મજેઠીયા મેહુલ રમેશભાઈને દીવ કલેકટર કોન્ફરન્સ હોલ ખાતે દીવ જિલ્લા કલેકટરશ્રીમતી ભાનુ પ્રભાના હસ્તે સર્ટિફિકેટ આપી ફરી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ભવિષ્યમાં કઈ રીતે અને કયાં ક્ષેત્રે આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.