September 10, 2026
Vartman Pravah
Other

વલસાડ ખેરગામ રોડ ઉપર મારૂતિકારે ઍક્ટીવાને ટક્કર મારતા સગા ભાઈ-બહેનનું અકસ્માતમાં મોત

બુધવારે ભૂમિકા સાસરેથી ઘરે આવી ભાઈ ભાવિન સાથે ઍક્ટીવા ઉપર જઈ રહ્ના હતા તે દરમિયાન સર્જાયેલો ગોઝારો અકસ્માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૮
વલસાડ ખેરગામ રોડ ઉપર બુધવારે રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઍક્ટીવા પર બેસી જઈ રહેલા ભાઈ-બહેનની ઍક્ટીવાને સામેથી આવી રહેલી બેલેનો કારના ચાલકે ઍક્ટીવાને જારદાર ટક્કર મારી દીધી હતી. આ કરુણ અકસ્માતમાં બે સગા ભાઈ-બહેનના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ જવા બામી હતી.
કરુણાંતિકાની પ્રા વિગતો મુજબ ખેરગામ સ્વામિનારાયણ સ્કૂલની પાછળ રહેતા નરેશભાઈ પટેલઍ તેમની વહાલસોયી દિકરી ભૂમિકા (ઉ.વ.૨૨) ના લગ્ન બે મહિના પૂર્વે અોજર ગામે તાડફળીયામાં રહેતા જીગર વિજયભાઈ પટેલની સાથે કર્યા હતા.
બુધવારે ભૂમિકા સાસરેથી પિયર ખેરગામમાં રહેવા માટે આવી હતી. બુધવારે સાંજના નાનાભાઈ ભાવિન પટેલ (ઉ.વ.૨૦) ની સાથે ઍક્ટીવા પર બેસી ભાઈ-બહેન સાથે નિકળ્યા હતા. ત્યારે વાવ ફાટકના વળાંકમાં પહોîચ્યા તે સમયે સામેથી બેફામ ઝડપે આવી રહેલી મારૂતિ બેલેનો કાર નં.જીજે ૧૫ સીકે ૭૬૪૯ના ચાલકે ઍક્ટીવાનો જારદાર ટક્કર મારી દેતા ભાઈ-બહેન રોડની સાઈડમાં ફેîકાઈ ગયા હતા. અકસ્માતમાં ઍક્ટીવાનો ખુરદો બોલાઈ ગયો હતો. લોકોઍ ઘાયલોને રેફરલ હોસ્પિટલ ખેરગામ ખસેડેલા પણ બન્ને ભાઈ-બહેનના કરુણ મોત નિપજ્યા હતા. પોલીસે મારૂતિ કાર ચાલક અનિલ ઉત્તમભાઈ રહે.સેગવા પહાડ ફળીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દાનહમાં લીકરના 60થી વધુ લાયસન્‍સધારકોને વેટ વિભાગે નોટિસ પાઠવતા ફફડાટ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 79 કેસોનો કરાયેલો નિકાલઃ 1,38,76,915.7 રૂપિયાનીકરાયેલી રિક્‍વરી

vartmanpravah

‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના સ્‍થાપના દિવસનું કરાયેલું આયોજન

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment