October 26, 2025
Vartman Pravah
Other

ખાંડા ખાતેથી વલસાડ જિલ્લાના આદિજાતિના ખેડૂતોને આંબા કલમોના વિતરણનો શુભારંભ કરાવતા રાજયમંત્રી રમણલાલ પાટકર આંબા કલમ થકી ખેડૂતોની આવક વધવાની સાથે પર્યાવરણની જાળવણી પણ થશે- રાજ્ય મંત્રી રમણલાલ પાટકર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

વલસાડઃ તા.૦૮: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા ખાતેથી આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્‍યાણ યોજના હેઠળના ફળાઉ રોપા વિતરણ કાર્યક્રમનો શુભારંભ વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરાયો હતો.  આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે આદિજાતિના ૬૪ ખેડૂતોને આંબા કલમોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, આદિજાતિ વિસ્‍તારમાં આદિજાતિ ખેડૂતોની આવક વધે અને તેમનું જીવન ધોરણ ઊંચુ આવે તે હેતુથી ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને આંબાના રોપા આપવામાં આવ્‍યા છે. જેના થકી લાભાર્થી પરિવારોની આર્થિક સ્‍થિતિમાં સુધારો થવાની સાથે આર્થિક અને સામાજીક ઉન્નતિ થશે. એટલુંજ નહીં ખેડૂતોની આવક વધવાની સાથે પર્યાવરણની જાળવણી પણ થશે. રાજ્‍ય સરકારે ખેડૂતો માટે આવકના સોર્સ વધારી શકાય તેવી અનેક પ્રકારની અનેક યોજનાઓ અમલી બનાવી છે. વાડી યોજનાના કારણે ખેડૂતોની આવકમાં અનેકગણો વધારો થતાં ેઓ આર્થિક રીતે પગભર બન્‍યા છે. સરકાર હંમેશા ખેડૂતના પડખે રહી હોવાનું જણાવી ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિના ખેડૂતો માટે અનેક પ્રકારની સહાય યોજનાઓ અમલી છે, તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગામેગામ પાકા રસ્‍તાનું નિર્માણ કરી પ્રજાજનોને આવનજાવન માટે સુવિધા ઉપલબ્‍ધ બનાવી છે. નલ સે જલ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દરેક ઘરમાં નળથી પાણી આપવાના પ્રયાસો રાજ્‍ય સરકાર કરી રહી છે. કુદરતી આપત્તિ વાવાઝોડામાં થયેલા નુકસાની સામે સરકારે વલસાડ જિલ્લાના ૧૪ હજાર ખેડૂતોને ૨૨ કરોડની સહાય આપી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વૃક્ષો આપણા જીવન સાથે સંકળાયેલા છે અને જીવનના અનેક પ્રસંગોમાં લાકડાની જરૂર પડે છે, ત્‍યારે દરેક વ્‍યક્‍તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આજે આપવામાં આવનારા આંબાના રોપા લાભાર્થી માટે આશીર્વાદરૂપ બની રહેશે. તેમણે લાભાર્થીઓને રાજ્‍ય સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા જણાવ્‍યું હતું.

આ પ્રસંગે પ્રયોજના વહીવટદાર બી.કે.વસાવાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને યોજનાની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, આ યોજના હેઠળ આદિજાતિના ખેડૂતો કે જેઓ ૧૦ થી ૨૦નો સ્‍કોર ધરાવતા બી.પી.એલ. ખેડૂત ખાતેદાર હોય, વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ધારક અથવા આદિમજુથ હેઠળના જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને લાભ મળી શકે છે. આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછામાં ઓછા ૧૦ ગુંઠા માટે કેરીના રોપા આપવામાં આવશે. ૧૦ ગુંઠા જમીન હોય તો ૨૦ રોપા, ૨૦ ગુંઠા જમીન હોય તો ૩૦ રોપા અને ૪૦ ગુંઠા જમીન હોય તો  ૮૦ રોપા આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થીને જેટલા રોપા આપવામાં આવે તેની કુલ રકમના ૧૦ લેખે લોકફાળો લાભાર્થીએ આપવાનો રહેશે.

વૃક્ષપ્રેમી રતીલાલભાઈએ વાવેલા વૃક્ષોની યોગ્‍ય જાળવણી કરી તે મોટા થાય ત્‍યાં સુધી જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ખાંડા ગામના સરપંચ મંજુલાબેન ગાંવિત, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, અગ્રણી રામદાસભાઈ વરઠા, તાલુકા અને જિલ્લા પંચાયત સભ્‍યો, સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહયા હતા.

Related posts

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ત્રિ-દિવસીય દમણ મુલાકાતનો આરંભ

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

ખૂબ જ નજીકના ભવિષ્‍યમાં ઔર વધુ દમણની શાન અને સૂરત વધશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી અને સહ પ્રભારી સહિત ભાજપના આગેવાનોએ દમણના આદિવાસી નેતા ભાવિક હળપતિના ઘરે લીધેલું બપોરનું ભોજન

vartmanpravah

તા.01.01.2024 થી અમલમાં આવનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભા મતદાર યાદીમાં કોઈ વાંધા-ફરિયાદ માટે 5 ડિસેમ્‍બરે મોટી દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં બેઠક

vartmanpravah

Leave a Comment