શાળાના ઈન્ચાર્જ આચાર્ય પિનલબેન પટેલના નેતૃત્વમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનો બુલંદ કરેલો હોંશલો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા યોજાયેલ મોટી દમણ કોમ્પ્લેક્ષ સ્પોર્ટ્સના રમતગમત મહોત્સવમાં મોટી દમણ કોમ્પ્લેક્ષની 8 શાળાઓમાં દમણવાડાની બાળ ગંગાધર તિલક અપર પ્રાઈમરી શાળા ચેમ્પિયન બની હતી.
મોટી દમણની બાળ ગંગાધર તિલક અપર પ્રાઈમરી સરકારી શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રીમતી પિનલ પટેલના નેતૃત્વમાં તમામ શિક્ષકોએ મોટી દમણ કોમ્પ્લેક્ષમાં ચેમ્પિયન બનવા બદલ વિદ્યાર્થીઓનો હોંશલો બુલંદ કર્યો હતો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.