April 28, 2024
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય બોક્‍સિંગ ફેડરેશન દ્વારા મોન્‍ટેનેગ્રોમાં આયોજીત યુથ બોક્‍સિંગ કપ-2024માં સંઘપ્રદેશના બોક્‍સર સુમીતનું શાનદાર પ્રદર્શનઃ ઓસ્‍ટ્રિયા અને પોલેન્‍ડના ખેલાડીઓને પરાજીત કરી ક્‍વાર્ટર ફાઈનલમાં કરેલો પ્રવેશ

સંઘપ્રદેશ પ્રશાસને રમત-ગમતને પ્રોત્‍સાહન આપવાની અપનાવેલી નીતિના કારણે પ્રદેશના યુવા ખેલાડીઓને રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ઝળકવા મળી રહેલી મહત્‍વની તકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : આંતરરાષ્‍ટ્રીય બોક્‍સિંગ ફેડરેશન દ્વારા મોન્‍ટેનેગ્રો ખાતે આયોજીત પ્રતિષ્‍ઠિત યુથ બોક્‍સિંગકપ-2024 માટે ભારતીય બોક્‍સિંગ ટીમના યોજાયેલા સિલેક્‍શન ટ્રાયલમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્‍સર શ્રી સુમીતે શાનદાર પ્રદર્શન કરી 63-67 કિલોગ્રામ વજનની શ્રેણીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી ભારતીય યુથ બોક્‍સિંગ ટીમમાં પોતાનું સ્‍થાન પાકું કર્યું છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ અને કુશળ નેતૃત્‍વમાં પ્રદેશના રમતગમત અને યુવા વિભાગ દ્વારા વિવિધ રમતગમતોને પ્રોત્‍સાહન આપવાની અપનાવેલી નીતિના કારણે પ્રદેશના મોટાભાગના ખેલાડીઓ રાષ્‍ટ્રીય સ્‍તરે અને હવે આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે પણ નેત્ર દિપક પ્રદર્શન કરી રહ્યા છે.
મોન્‍ટેનેગ્રો ખાતે આયોજીત યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024માં સંઘપ્રદેશના બોક્‍સર શ્રી સુમીતે 63-67 કિલોગ્રામ વજનની શ્રેણીની વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી પ્રથમ બાઉટમાં ઓસ્‍ટ્રિયાના બોક્‍સરને 4-1ના સ્‍કોરથી પરાજીત કર્યો હતો. જ્‍યારે બીજા બાઉટમાં પોલેન્‍ડના બોક્‍સરને 5-0ના સ્‍કોરથી હરાવી પોતાની જગ્‍યા ક્‍વાર્ટર ફાઈનલ માટે પાકી કરી લીધી હતી. હવે શ્રી સુમીતનો મુકાબલો સર્બિયાના બોક્‍સર સાથે થશે. બોક્‍સર શ્રી સુમીત જો આ સ્‍પર્ધામાં વિજયી થશે તો ભારત માટે એક પદક પાકો થઈ જશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્‍સર શ્રી સુમીતે યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024માંઓસ્‍ટ્રિયા અને પોલેન્‍ડના બોક્‍સરને હરાવી પ્રદેશનું નામ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ રોશન કર્યું છે.

Related posts

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment