October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જીઈબીના સંભવિત પી.એચ.એમ. પ્રિપેઈડ સ્‍માર્ટ મિટર માટે અસમંજસતા અને વિરોધનો સુર

વલસાડમાં પૂર્વ પાલિકા પ્રમુખ રાજુ મરચા આવેદનપત્ર
પાઠવી આંદોલન ચલાવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ગુજરાત રાજ્‍ય સહિત દેશભર ભારત સરકાર દ્વારા વિજ વપરાશ અંગે પી.એસ.એમ. એટલે કે પ્રિપેઈડ સ્‍માર્ટ મીટરની યોજના લાગુ કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં સુરત, વડોદરા અને જામનગર વિસ્‍તારમાં પી.એસ.એમ.ની કામગીરી શરૂ કરી દેવાની છે. જેના પ્રત્‍યાઘાત રૂપે ઠેર ઠેર વિરોધનો વંટોળ પણ ઉભરી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પ્રિપેઈડ સ્‍માર્ટ મીટરનો વિરોધનો સુર ઉભો થયો છે. પૂર્વ પાલિકા પ્રમુખ રાજુભાઈ મરચા અને અગ્રણીઓ દ્વારા આ અંગે આવેદનપત્ર પાઠવી આંદોલન શરૂ કરવાના અણસાર આજે સાંપડયા છે.
જી.ઈ.બી. પ્રિપેઈડ સ્‍માર્ટ મીટરની યોજના મોબાઈલ રીચાર્જ જેવી યોજના છે. જેટલું રીચાર્જ કરાવશો એટલો વિજ વપરાશ કરવા મળશે. મીનીમમ 100 રૂા.નું રિચાર્જ કરી શકાશે. આ નવી સ્‍કીમ પ્રિપેઈડ સ્‍માર્ટ મીટરનો રાજુભાઈએ સખ્‍ત વિરોધ કર્યો છે. આી સિસ્‍ટમ જે તે એજન્‍સીઓ ઓપરેટ કરનાર છે. તેમાં ગેરરીતી સંભવી શકે છે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, નાના ગરીબ માણસને વિજબીલ ભરવા માટે 10 દિવસની મુદત મળે છે. હવે રીચાર્જ પુરુ થઈ ગયું હોય અને પૈસાના ભરાય તો લાઈટ બંધ થઈ જશે. આ સ્‍થિતિનો સામનો મધ્‍યમ વર્ગ અને ગરીબ વર્ગને કરવો પડશે. તેથી અમે બે દિવસમાંકલેક્‍ટરશ્રીને પ્રિપેઈડ સ્‍માર્ટ મીટર સ્‍કીમનો વિરોધ કરવા આવેદનપત્ર આપવાના છીએ તેમજ જરૂર પડશે તો આંદોલન કરીશું. સુરતમાં હાલમાં સ્‍માર્ટ મીટરનો લોકો વિરોધ કરી રહ્યા છે. બીજુ સ્‍માર્ટ મીટર માટે ઘણું બધું કન્‍ફયુઝન ઉભુ થશે તેનું શું?

Related posts

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

વાપીમાં ત્રણ સંતાનોના નરાધમ પિતાએ 13 વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી : ચોમેર ફિટકાર વરસ્‍યા

vartmanpravah

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment