(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દર્દીની બાજુના બેડ પર શ્વાન આરામ ફરમાવતો જોવા મળતા હોસ્પિટલની બેદરકારી બહાર આવવા પામી હતી. હોસ્પિટલના લાલિયાવાડી યુક્ત કારભાર ઉજાગર થવા પામ્યો હતો. હોસ્પિટલના વોર્ડ રૂમમાં શ્વાન જેવા પ્રાણીઓ આંટા-ફેરા મારતા હોય અને મહિલા પ્રસૃતી ગૃહ પણ પાછળના ભાગે જ હોય ત્યારે ભૂતકાળમાં રાજ્યમાં શ્વાન દ્વારા નવજાત બાળકો ઉપર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં અનેકવાર આવી ચૂકી છે. ભૂતકાળની ઘટનાઓ પરથી બોધપાઠ ન લેતા ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શું શ્વાનના હુમલાની રાહ જોઈ રહી છે? તેવા અનેક સવાલો હાલે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે.
દર્દીની બાજુના બેડ પર મીઠી નિંદરની મજા લેતા શ્વાન કોઈ હડકાયેલું હોય તો દર્દીઓની સલામતીનું શું?
આવાબેદરકારીભર્યા કારભારમાં દર્દીઓની સારવાર તો દૂર નવી ઉપાધિ આવે તેવું પણ બની શકે છે. ત્યારે હોસ્પિટલના જવાબદારો ગંભીરતા દાખવશે કે કેમ તે જોવું રહ્યું.