Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરના પાંચ વર્ષની ઉજવણી કરાઈ

વિવિધ યોજનાના લાભાર્થીઓને આદેશ એનાયત કરવામાં આવ્યા: દીકરી જન્મને પ્રોત્સાહિત કરવા દીકરી વધામણા કીટ આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત “SAKHI” ONE STOP CENTRE” (OSC)ને તા.૦૭/૦૧/૨૦૨૪ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની સાપ્રંત સમયમાં શું જરૂરિયાત છે તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત તમામને પ્રેરણા પૂરી પાડી હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓ, દીકરીઓને સખી વન સ્ટોપ સેન્ટરની સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી બી.જે. પોપટ દ્વારા સરકારશ્રીની સેવાઓ અને સંસ્થાઓના સંકલનથી સારી કામગીરી થાય છે તે બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ દ્વારા પાંચ વર્ષમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વિવિધ સેવાઓનો લાભ લેનાર લાભાર્થીઓ અને હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને આપવામાં આવેલી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ પર હિંસા ન થાય તે માટે વલસાડ જિલ્લાના વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી પણ આપી હતી. મહિલા અને બાળ અધિકારીશ્રીના કચેરીના તમામ માળખાઓના સ્ટાફને POSH (Prevention of Sexual Harassment) ACT ૨૦૧૩ તેમજ જેંડર બેઝ વાયોલન્સ વિષય સબંધિત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં સેવા મેળવનાર લાભાર્થીઓને આમંત્રિત કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જીવન પુષ્પની સુંગધની જેમ મહેક્તુ રહે અને મિઠાઇની મિઠાશ જીવનમાં રહે તેના પ્રતિકરૂપે મીઠાઈ અને પુષ્પગુચ્છ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના આદેશ, વ્હાલી દિકરી યોજનાના આદેશ, ગંગા સ્વરૂપમાં પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના આદેશ એનાયત કરવામાં આવ્યા હતા. વધુમાં દિકરી જન્મને પ્રોત્સાહિત કરવા દીકરી વધામણા કીટ આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના પૂર્વ સંચાલક આર.સી.ગોસ્વામી અને નવસારીના નવજાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનો સફળ સંચાલન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.કે.પરમાર, દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશ ગીરાસે, ડીસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમનનો સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ, પોલીસ સ્ટેશન બેઝ સર્પોટ સેન્ટરનો સ્ટાફ, નારી અદાલત સ્ટાફ અને વિવિધ યોજનાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

વાપીમાં કારના કાચ તોડી રૂા.1.50 લાખ રાખેલ બેગની ચોરી : અન્‍ય એક પાર્ક કરેલ કાર સળગી ઉઠી

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment