Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં પાલિકાએ પાણી યોજના માટે લીધેલી આંબાવાડી વાળી જમીનમાં કેમિકલ વેસ્‍ટની સાઈટ નિકળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી ડુંગરા દમણગંગા નદી કિનારે પાલિકાની વોટરવર્કસ યોજનાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ખેડૂત પાસે કરોડો રૂપિયામાં પાલિકાએ પાણી યોજના માટે લીધેલી જમીનમાં કેમિકલ વેસ્‍ટની સાઈટ નિકળતા ચકચાર મચી જવા પામી છે.
વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા વિસ્‍તારમાં પર્યાપ્ત પાણી સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે 10મી માર્ચના રોજ નાણા મંત્રીએ ડુંગરામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં પાણી યોજના અંડરગ્રાઉન્‍ડ સંપ, 1500 મીટરની મેઈન લાઈન હાઈ રાઈઝ પાણીની ટાંકી વગેરે રૂા.31.15 કરોડની વોટર ટ્રીટમેન્‍ટ સાથેની યોજનાનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈને હસ્‍તે કરાયું હતું. આ યોજના સાકાર કરવા માટે પાલિકાએ આંબાવાડી વાળી જમીન ખેડૂત પાસે કરોડો રૂપિયામાં ખરીદી હતી. અત્‍યારે હાલમાં ડુંગરા બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની સામે આ યોજનાની કામગીરી પુરઝડપે ચાલી રહી છે ત્‍યારે કામગીરી દરમિયાન જમીનમાંથી મોટાપાયે કેમિકલ યુક્‍ત કચરો બહાર નિકળી રહ્યો છે. જેથી કેમિકલ યુક્‍ત દુર્ગંધ મારતુ પાણી નિકળી રહ્યું છે. જેથી સાઈટ ઉપર કામ કરતા કામદારો અને કોન્‍ટ્રાક્‍ટર માટે આ હકિકત માથાનો દુખાવો બની રહેલ છે. નજીકથી પસાર થતા શહેરીજનો પણ ભોગ બની રહ્યા છે ત્‍યારે સવાલથાય છે કે કોના ઈશારો કરોડો રૂપિયા પાલિકાના સત્તાધિશોએ વેડફી નાખ્‍યા? શું કેમિકલ વેસ્‍ટ વાળી જમીન ખેડૂત પાલિકાને પધરાવી સત્તાધિશોને બેવકુફ બનાવી ગયો કે તેમા બન્નેની મિલીભગત તો નથી ને? તેથી આ મામલે તળીયાઝાટક તપાસ થવી જોઈએ તેવી માંગ પ્રબળ બની રહી છે.

Related posts

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ એમ. વેંકટેશને દમણ ન.પા. અને જિ.પં.ના સફાઈકર્મીઓની સ્‍થિતિ અને સમસ્‍યાની મેળવેલી જાણકારી

vartmanpravah

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર સુરતના બે મિત્રોની બાઈક પાર્ક કરેલી ટ્રક સાથે ભટકાતા અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

ચીખલાની વિહંગમ હાઈસ્‍કૂલના મદદનીશ શિક્ષક મુકેશભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ કાંજણહરી ગામે શરાબ-કબાબની મહેફિલ માણતા સરપંચ-સંઘના પ્રમુખ સહિત 41 ઝડપાયા

vartmanpravah

Leave a Comment