October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બિનવાડા ચણવઈમાં વીજ લાઈનમાં થયેલ શોર્ટ સર્કિટથી આંબાવાડીમાં આગ લાગી

અતુલ અને વલસાડ પાલિકાની ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ નજીક આવેલ બિનવાડા-ચણવઈ ગામે આવેલ આંબાવાડીમાં મંગળવારે અગિયાર વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. વાડી વચ્‍ચેથી પસાર થતી વિજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ થતા વાડીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ ચણવઈમાં આવેલ શ્રી સંકટમોચન હનુમાન મંદિર સામે બિનવાડાના સોસાયટી ફળીયામાં યોગીભાઈના મકાન સામે આવેલ આંબાવાડીમાં આગ લાગતા યોગીભાઈએ અતુલ અને વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્‍થળે ફાયર ફાઈટરો ધસી આવી આગને બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. બે એક કલાકની જહેમત બાદ અંતે આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. વાડીમાં બનેલી આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા કોઈને થવાપામેલ નહોતી.

Related posts

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah

પારડીના રોહિણા ખાતેથી સાત જુગારીયાઓને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment