October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બિનવાડા ચણવઈમાં વીજ લાઈનમાં થયેલ શોર્ટ સર્કિટથી આંબાવાડીમાં આગ લાગી

અતુલ અને વલસાડ પાલિકાની ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ નજીક આવેલ બિનવાડા-ચણવઈ ગામે આવેલ આંબાવાડીમાં મંગળવારે અગિયાર વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. વાડી વચ્‍ચેથી પસાર થતી વિજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ થતા વાડીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ ચણવઈમાં આવેલ શ્રી સંકટમોચન હનુમાન મંદિર સામે બિનવાડાના સોસાયટી ફળીયામાં યોગીભાઈના મકાન સામે આવેલ આંબાવાડીમાં આગ લાગતા યોગીભાઈએ અતુલ અને વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્‍થળે ફાયર ફાઈટરો ધસી આવી આગને બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. બે એક કલાકની જહેમત બાદ અંતે આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. વાડીમાં બનેલી આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા કોઈને થવાપામેલ નહોતી.

Related posts

બામણવેલની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવાનું તાલુકા પંચાયતના સભ્‍યને ભારે પડયું

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

નાની વહિયાળ હાઈસ્‍કૂલના એથ્‍લેન્‍ટિકસ સ્‍પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને હાફ પેન્‍ટ તથા ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

Leave a Comment