October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

  • દીવમાં રોડના વિસ્‍તૃતીકરણ માટે પણ રૂા. 90 કરોડ ફળવાયા

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિનો ફરી એકવાર સંઘપ્રદેશને મળેલો લાભ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રદેશના જર્જરીત અને સાંકડા રસ્‍તાના વિસ્‍તૃતીકરણ કરવાના અભિયાનને મળેલો ટેકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને ફરી એકવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિનો લાભ મળ્‍યો છે. ભારત સરકારના કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દાનહના રખોલી-ખડોલી-વેલુગામ સડકને ચાર માર્ગીય બનાવવા રૂા. 163 કરોડ અને દીવ માટે રૂા. 90 કરોડની ફાળવણી કરતા હવે આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશોના રસ્‍તા પણ મજબૂત, ટકાઉ અને ઓલ સિઝનના બની રહ્યા છે.દીવ ખાતે રસ્‍તાના વિસ્‍તૃતીકરણ અને નિર્માણ માટેની ટેન્‍ડરીંગ પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જર્જરીત રોડની કાયાપલટ માટે શરૂ કરેલ અભિયાનને પણ કેન્‍દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.250 કરોડનીફાળવણી કરી ટેકો આપ્‍યો છે.
દાદરા નગર હવેલીના રખોલી-ખડોલી-વેલુગામ રોડ ચાર માર્ગીય બનવાથી સામરવરણી, મસાટ સુધીના ઔદ્યોગિક ગૃહોમાં મુંબઈ તરફથી આવતા અને જતા માલવાહક ટ્રક, ટ્રેલર, કન્‍ટેનર જેવા ભારે વાહનોના અવાગમન માટે પણ અનુラકૂળતા રહેશે અને વાયા ભિલાડ નરોલી થઈ આવતા ટ્રાફિક પણ હળવો થશે. જેના કારણે સેલવાસમાં દિન-પ્રતિદિન સર્જાતા ટ્રાફિક જામ અને અકસ્‍માતની ઘટનામાં પણ ઘટાડો નોંધાશે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે કાર્યભાર સંભાળ્‍યા બાદ ઈતિહાસમાં પહેલી વખત કેન્‍દ્ર સરકારનું સીધુ ધ્‍યાન આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર જતા આજે સર્વાંગી વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી છે.

Related posts

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્‍લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

વાપી પોલીસે પારડી સબજેલમાં બાકોરૂ પાડી ફરાર થયેલ આરોપી કેદીને 23 વર્ષે હરિયાણામાંથી ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment