July 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.22: ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી મચ્‍છરજન્‍ય રોગો મેલેરિયા, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયા સહિત રોગચાળો માથુ ઊંચકતો હોય છે અને હવે ચોમાસાના ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. તેવા સમયે જિલ્લામાં મચ્‍છર અને પાણી જન્‍ય રોગચાળો વક્રતા અટકાવવા માટે જિલ્લા આરોગ્‍ય અધિકારી ડોક્‍ટર રંગૂનવાલાના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં આરોગ્‍ય વિભાગ દ્વારા વાહકજન્‍યો રોગોના નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીખલી તાલુકાના 12 જેટલા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, પીએચસી વિસ્‍તારના 2,59,965 જેટલી વસ્‍તીને સર્વેમાં આવરી લેવામાં આવી હતી. જેમાં તાવના 960 જેટલા કેસો શોધી કાઢવામાં આવ્‍યા હતા. ચીખલી તાલુકાના તાવના મળી આવેલ કેસોના બ્‍લડ સેમ્‍પલ લઇ લેબોટરીમાં પરીક્ષણ કરવામાં આવ્‍યા હતા. પરંતુ તે પૈકી એક પણ કેસ મેલેરિયાનો ન મળી આવતા ચીખલી તાલુકા આરોગ્‍ય વિભાગ ને રાહત થવા પામીહતી.
ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા સર્વે દરમ્‍યાન ઘરની અંદર અને બહાર રહેલા પાત્રોની તપાસ કરી એન્‍ટી લારવલ કામગીરી કરવામાં આવી અને મચ્‍છર ઉત્‍પન્ન થાય તેવા પાત્રોનો યોગ્‍ય રીતે નિકાલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સર્વે દરમિયાન દરેક ઘરમાં મચ્‍છરદાનીના ઉપયોગ અંગે વિસ્‍તૃત સમજણ પણ આપવામાં આવી હતી. સગર્ભા બહેનોને મચ્‍છરદાનીનો ફરજિયાત ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી હતી. ઘરની આસપાસ પાણી ભરાઈ રહે તેવા સાધનો શોધી તેનો નિકાલ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો

ચીખલી આરોગ્‍ય વિભાગના જણાવ્‍યાનુસાર ચીખલી તાલુકામાં નેશનલ વેક્‍ટર બોન્‍ડ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત 12-જેટલા પીએસસી કેન્‍દ્રના તમામ ગામોમાં આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ અને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્‍યો હતો. જેમાં 2,59,965 લોકોનું સર્વેમાં આવરી લેવામાં આવ્‍યા હતા. જે પૈકી 960 જેટલા તાવના કેસો શોધી કાઢવામાં આવ્‍યા હતા. જેના બ્‍લડ સેમ્‍પલ લેબોટરી પરીક્ષણ કરાતા એક પણ મેલેરીનો કેસ મળી આવ્‍યો ન હતો.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્‍પસ-સેલવાસ ખાતે સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિ અને જીએનએલયુના ચાન્‍સેલર જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીએ નવનિર્મિત મૂટ કોર્ટ હોલ, લીગલ એઈડ ક્‍લિનિક અને લાઈબ્રેરીનું કરેલું ઉ્‌દઘાટન

vartmanpravah

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

વાપીની પોલીબોન્ડ કંપનીનાં ૩ કામદારોને ગેસની અસર થતાં સારવાર માટે ખસેડાયાઃ કામદારો સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના ગેસનો ભોગ બન્યા

vartmanpravah

વાપીમાં મોટાભાઈએ ખુની જંગ ખેલ્‍યો: નાનાભાઈને કોયતાથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment