September 11, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

તમિલનાડુના કોઈમ્‍બતુરમાં યોજાનાર એન.સી.એ. અંડર-23 ઇમર્જિંગ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે દમણના ઉભરતા યુવા ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલની પસંદગી

ઉમંગ ટંડેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જી.સી.એ.) તરફથી દુલીપ ટ્રોફી માટે પસંદગી પામવા એકમાત્ર હોટફેવરિટ ખેલાડીઃ કોચ ભગુ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બી.સી.સી.આઈ.)ની અખિલ ભારતીય વરિષ્ઠ સમિતિ દ્વારા આગામી 10 જૂનથી 29 જૂન, 2024 દરમિયાન તમિલનાડુના કોઈમ્‍બતુરમાં યોજાનાર નેશનલ ક્રિકેટ એકેડેમી(એન.સી.એ.) અંડર-23 ઇમર્જિંગ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના ઉભરતા ક્રિકેટર ઉમંગ ટંડેલની પસંદગી કરી છે.
ઉમંગ ટંડેલના ક્રિકેટ કોચ ભગુભાઈ પટેલના જણાવ્‍યા પ્રમાણે ઉમંગ ટંડેલ ખૂબ જ સારો બેટ્‍સમેન ઓલરાઉન્‍ડર ખેલાડી છે, જેને મેં ક્રિકેટની યુક્‍તિ ખૂબ નજીકથી શીખવી છે, જે આજે ઉમંગે સિદ્ધ કરીને બતાવ્‍યું છે. બી.સી.સી.આઈ. દ્વારા આયોજિત ઘરેલું સ્‍પર્ધા રણજી ટ્રોફી-2024-’25માં ગુજરાતની ટીમ માટે રમતી વખતે ઉમંગે ઘણી મેચોમાં ગુજરાતની ટીમના ટોપ ઓર્ડરના બેટ્‍સમેનો વહેલા આઉટ થઈ ગયા હતા અને ટીમને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો હતો, ત્‍યારે ઉમંગે મેચમાં ઉભા રહી પોતાનુંપ્રદર્શન કરી ગુજરાત ટીમને મજબૂત સ્‍થિતિમાં મૂકીને અને ટીમને જીત અપાવવામાં મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું છે. ઉમંગ ટંડેલ રણજી ટ્રોફી 2024-’25માં ગુજરાતની ટીમનો સૌથી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્‍યો છે. 2024-’25ની રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમ માટે રમતી વખતે ઉમંગે 6 મેચમાં 49.63ની એવરેજની મદદથી 543 રન બનાવ્‍યા હતા, જેમાં તેણે સતત 5 અડધી સદી ફટકારી હતી અને પોતાના ઉચ્‍ચ પ્રદર્શનથી એક અલગ જ ઓળખ બનાવી છે. ક્રિકેટ કોચ ભગુ પટેલે જણાવ્‍યું હતું કે, ઉમંગ ટંડેલનું 2024-’25નું રણજી ટ્રોફીમાં પ્રદર્શન જોઈને મને આશા છે કે તેની પસંદગી દુલિપ ટ્રોફી માટે થઈ થશે. ઉમંગ ટંડેલની એન.સી.એ. કેમ્‍પ માટે પસંદગી થતાં તેના માતા-પિતા, ચાહકો, મિત્રો, શુભેચ્‍છકો અને સમગ્ર દમણના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
અત્રે યાદ રહે કે, નેશનલ ક્રિકેટ એકેડમી (એન.સી.એ.) એ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્‍વ કરવાની ક્ષમતા ધરાવતા યુવા ક્રિકેટરોને વિકસાવવાના હેતુથી બેંગલુરુમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ક્રિકેટ સુવિધા છે. તેની સ્‍થાપના 2000માં કરવામાં આવી હતી અને તે એમ. ચિન્નાસ્‍વામી સ્‍ટેડિયમની નજીક સ્‍થિત છે. આ સુવિધાનો ઉપયોગ ઇજાગ્રસ્‍ત ખેલાડીઓના પુનર્વસન માટે પણ થાય છે.

Related posts

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

વાપીમાં મહિલાના રહેઠાણમાંથી ગાંજો ઝડપાયો : ગાંજા અને મોબાઈલ સાથે 38 હજારનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

બિનજરૂરી લીલાપોર-સરોણ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતા ખેરગામ પ્રદેશનું સ્‍વપ્‍ન રોળાયું : ત્રણ કિલોમીટરમાં બીજો રેલ ઓવરબ્રિજ!

vartmanpravah

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75મા વનમહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment