September 7, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં મારામારી અને હત્‍યાના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી અજય સંતોષ કોળી રહેવાસી બાવીસા ફળિયા અને એમનો મિત્ર બિપિન બુદ્ધિસિંગ નેગી રહેવાસી દાંડુલ ફળિયા જેમની સાથે ગત2ઓગસ્‍ટના રોજ કિંગ્‍સ ધાબા પર કેટલાક લોકો દ્વારા લોખંડના સળિયા અને લાકડા વડે માર માર્યો હતો જેમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી બન્નેને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા હતા. આ ઘટના અંગે સેલવાસ પોલીસ દ્વારા આઇપીસીની કલમ 143, 147, 148, 149, 307 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મારામારીમાં સામેલ આરોપીઓ રાજન હીરાલાલ યાદવ (ઉ.વ.19) રહેવાસી લવાછા, સંજુ ગણેશ ઠાકુર (ઉ.વ.20) રહેવાસી લવાછા, દિપક હીરા ભટ્ટ (ઉ.વ.24) રહેવાસી સેલવાસ, શિવકુમાર સુબોધ પ્રસાદ (ઉ.વ.19) રહેવાસી લવાછા જેઓની ધરપકડ કરવામાં આવી છે એમની સાથેના બીજા આરોપીઓ ફરાર છે તેઓને શોધવાની તજવીજ હાથ ધરી છે આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment