October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બાઈક પાછળ બેઠેલી મહિલાનું મોત

મૃતક હાઉસીબેન મનોહર ફોજદાર બાઈક ઉપરથી પટકાતા
ગંભીર રીતે ઘાયલ થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લામાં બાઈક જેવા નાના વાહનો સામસામે ભટકાતા નિર્દોષો જીવ ગુમાવી રહ્યાના છાશવારે વધુ પ્રમાણમાં અકસ્‍માતો સર્જાતા રહે છે તેવો વધુ એક અકસ્‍માત કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક નાસિક રોડ ઉપરસામસામે ધડાકાભેર ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બાળક પાછળ બેઠેલી મહિલાનું સારવારમાં મોત નિપજ્‍યું હતું.
કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માત અંગે બારકાંડા મોડ ગામે રહેતા સુનીલ રમેશભાઈ ફોજદારે કપરાડા પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવી હતી. આજે ગુરૂવારે સુનિલભાઈ તેમના સંબંધી મહિલા હાઉસીબેન મનોહર ફોજદાર સાથે કાપુર મહારાષ્‍ટ્ર કામ હેતુ બાઈક નં.જીજે 15 ડીએમ 5597 લઈને ગયા હતા. પરંતુ ફરતા હુડા આંબાપાડા ગામે સામેથી બેફામ આવી રહેલ બાઈક નં.જીજે 15 ઈબી 8823 ના ચાલકે સુનિલભાઈના બાઈક સાથે ભટકાવી દીધી હતી. અકસ્‍માતને લઈ બાઈક પાછળ બેઠેલા હાઉસીબેન નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યાં તેમનું સારવારમાં મૃત્‍યુ થયું હતું. બાઈક સવાર બન્ને ઘાયલોને સી.એચ.સી.માં સારવાર માટે દાખલ કરાયા હતા.

Related posts

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોવિડ-૧૯ મેગાડ્રાઇવ અભિયાનનેᅠસુંદર પ્રતિસાદ: સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

Leave a Comment