January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

ત્રણ દિવસ પહેલા પંચર થયેલ તે પછી બદલીમાં નવુ ટાયર નાંખવામાં આવ્‍યું નથી : ગંભીર અકસ્‍માત સર્જાવાની ભીતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી રેલવે સ્‍ટેશનથીદાદરા ચેકપોસ્‍ટ સુધી સરક્‍યુલર બસ દોડી રહી છે. આ બસમાં ત્રણ દિવસ પહેલા પાછલા એક ટાયરનું પંચર થયું હતું. પંચર માટે કાઢી લેવાયેલ ટાયર બાદ નવુ ટાયર નાખવામાં નથી આવ્‍યું તેથી પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો સાથે બસ બિંદાસ દોડાવાઈ રહી છે તેથી ગમે તે સમયે અકસ્‍માત સર્જાવાની ભીતી મુસાફરોના માથે તોળાઈ રહી છે.
વાપી રેલવે સ્‍ટેશનથી બસ નં.જીજે 15 એવાય 4893 દાદરા ચેકપોસ્‍ટ સુધી સરક્‍યુલર રૂટ દોડી રહી છે. ત્રણ દિવસ પહેલા બસના પાછળના ચાર ટાયરો પૈકી ડાભી સાઈડના એક ટાયરનું પંચર થયું હતું ત્‍યાર બાદ તેની સ્‍થાને નવુ ટાયર નાખવામાં આવ્‍યું નથી. માત્ર ત્રણ ટાયર ઉપર બસને દોડાવાઈ રહી છે. બસના મુસાફરોના જીંદગી સાથે ખુલ્લા ચેડા થયાનું દેખાઈ રહ્યું છે. ત્રણ ટાયર વાળી બસ ક્‍યારેય અકસ્‍માત સર્જી શકે છે. મોટો ખાડો કે જંપ આવે તો બસ પલટી મારી શકે તેવી ચોક્કસ શક્‍યતાઓ જોવા મળી રહી છે. બસ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. મુસાફરોની જીંદગી સાથે ચેડા થઈ રહ્યા છે તે માટે જવાબદાર કોણ?

Related posts

પારડી તાલુકાના પરીયા ગામના યુવકે અગમ્‍ય કારણસર ઝેરી દવા પીધી : વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર હેઠળ

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

ચારોટી-મહારાષ્‍ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

Leave a Comment