Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સેલવાસ ઝંડાચોક પ્રાથમિક હીન્‍દી કેન્‍દ્ર શાળામાં સંચાલિત ઈકો ક્‍લબ અને પ્રહરી ક્‍લબના સભ્‍યો દ્વારા સેલવાસના વિવિધ વિસ્‍તારોમાં જાગૃકતા રેલી કાઢવામાં આવી હતી. ઈકો કલબના પ્રભારી શિક્ષક શ્રી આશિષ કુમાર યાદવના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણની સુરક્ષા સબંધી સંદેશ આપ્‍યો એની સાથે પ્રહરી ક્‍લબના પ્રભારી શિક્ષક શ્રી અમ્‍બરીશ મોર્યા અને એમની ટીમે વિવિધ પ્રકારના વ્‍યસન અને નશા પ્રત્‍યે લોકોને જાગૃત કર્યા હતા. શાળાના આચાર્ય શ્રી વ્રજભૂષણ ઝાએ રેલીને લીલીઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. એમણે શાળામા સંચાલિત ઈકો ક્‍લબ અને પ્રહરી ક્‍લબના ઉદેશ્‍ય અને કાર્યપ્રણાલી અંતર્ગત વિવિધ પ્રકારની ગતિવિધિઓ માટે વિદ્યાર્થીઓને શુભકામના આપી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

હાઈવે ઉદવાડા-વલસાડ ટ્રેક ઉપર કન્‍ટેનરથી ટ્રેલર છૂટું પડી જતા ચાર-પાંચ વાહનોને અડફેટમાં લીધા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દીવના પાંચ સ્‍થળો પર નગરપાલિકા દ્વારા પે એન્‍ડ પાર્કિંગ માટે હરાજી યોજાઈ

vartmanpravah

Leave a Comment